×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કમળ જેવા આકારમાં બનેલા શિવમોગા એરપોર્ટનું પીએમ મોદીએ કર્યું ઉદઘાટન

તા. 27 ફેબ્રુઆરી 2023, સોમવાર

પીએમ મોદીએ આજે કર્ણાટકની મુલાકાત લીધી. અહીં તેમણે સૌથી પહેલા શિવમોગા એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. પીએમએ અહીં મંચ પર હાજર કર્ણાટકના પૂર્ સીએમ બીએસ યેદિયુરપ્પાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેમણે હાથ જોડીને અભિવાદન પણ કર્યું હતું. પીએમ મોદી તેના પછી બેલગાવી જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન તે જળજીવન મિશન હેઠળ ૨૫૦૦ કરોડ રૂ.થી વધુના વૉટર સપ્લાય પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે જેનાથી બંને જિલ્લાના ૧૩ લાખથી વધુ લોકોને લાભ મળશે.

પ્રધાનમંત્રી મોદી જળ જીવન મિશનની જેમ 950 કરોડથી વધારે ખર્ચે બનેલી અનેક યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરવાનાં છે. તો આ સાથે શિવમોગા શહેરમાં 895 કરોડના રુપિયાથી વધારે ખર્ચમાં તૈયાર થયેલ  44 સ્માર્ટ સિટી પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યુ. 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવમોગામાં નવા બનેલા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ

પ્રધાનમંત્રી મોદી આજે કર્નાટકાની પાંચમી વાર મુલાકાત કરી. આ સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવમોગામાં નવા બનેલા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ. અને બેલગામીમાં વિવિધ વિકાસ યોજનાની આધારશીલા મુકવાના છે. અધિકારીઓ આપેલી માહિતી મુજબ પ્રધાનમંત્રી આજે શિવમોગા એરપોર્ટની મુલાકાત કર્યુ. અને આ સાથે તેનુ નિરિક્ષણ કર્યુ હતુ. આ સાથે પ્રધાનમંત્રી વિવિધ વિકાસ યોજનાની આધારશીલા મુકવાના છે. આ સાથે અહી મહત્વની વાત એ છે કે આ એરપોર્ટ પર ઉતરનારા પહેલા મુસાફરમાં ખુદ મોદી પહેલા મુસાફર બન્યા. 

એરપોર્ટમાં પ્રતિ કલાક 300 મુસાફરો આવ-જા કરી શકશે

કમળ આકારનાં આ એરપોર્ટમાં પ્રતિ કલાક 300 મુસાફરો આવ-જા કરી શકશે. આ સાથે શિવમોગા એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પણ વિકાસ કરવાની સંભાવના છે. 600 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થયેલો આ એરપોર્ટ રાજ્યનો 9મો ડોમેસ્ટીક એરપોર્ટ બનશે. શિવમોગા એરપોર્ટ જીલ્લામાં ગ્રીનફીલ્ડ ઘરેલુ એરપોર્ટ તરીકે નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનો ઉદ્દેશ્ય હવાઈ યાત્રા દરેક માટે લાભકારી બની રહેશે. 

ભાજપ એવુ ઈચ્છે છે કે આ એરપોર્ટનું નામ બી. એસ. યેદિયુરપ્પાના નામથી રાખવામાં આવે

આ એરપોર્ટ 662.38 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. જેનો પાયો જુન 2020માં તત્કાલિન મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ કરી હતી. ભાજપ એવુ ઈચ્છે છે કે આ એરપોર્ટનું નામ બી. એસ. યેદિયુરપ્પાના નામથી રાખવામાં આવે. પરંતુ બી. એસ. યેદિયુરપ્પાએ 20મી સદીના કન્નડાના કવિ કુવેમ્પુ ના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.