×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોટી હોનારત! ઈટાલીમાં પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, ૩૦થી વધુના શબ મળ્યા

Image: pixabay 



ઈટાલીના કેલેબ્રિયાના દક્ષિણી કિનારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઇટાલિયન સમાચાર એજન્સીઓએ અહેવાલ મુજબ દક્ષિણ ઇટાલીમાં એક બોટ પલટી જતાં 30 લોકોના મૃતદેહ દરિયા કિનારે મળી આવ્યા હતા અને બધા ડૂબી જવાની આશંકા દેખાઈ રહી છે.

બોટમાં 100 લોકો હતા સવાર 
મળતા અહેવાલો અનુસાર, રવિવારે ઇટાલિયન કોસ્ટ ગાર્ડે ઇટાલીના દક્ષિણ કિનારે એક બોટ પલટી જતાં લગભગ 30 મૃતદેહો જોયા હતા.  બંદર પાસેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોડી 100 થી વધુ સ્થળાંતર કરનારાઓને લઈ જતી હતી જ્યારે તે કેલેબ્રિયાના દરિયાકાંઠાના શહેર ક્રોટોન નજીક આયોનિયન સમુદ્રમાં ડૂબી ગઈ હતી.

અહેવાલોમાં સ્થળાંતર કરનારાઓ અંગેની હજુ કોઈ વિગતો આપવામાં આવી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોટ ક્યાંથી નીકળી હતી તે સ્પષ્ટ નથી, પરંતુ કેલાબ્રિયા પહોંચતી મોટાભાગની સ્થળાંતર બોટ તુર્કી અથવા ઇજિપ્તના દરિયાકાંઠેથી આવતી જોવા મળે છે.