×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

65 વર્ષના દીકરાનો પત્ર – મારા પિતા 58 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ! સરકાર કંઇક કરે

image : Twitter


6 દાયકાથી પાકિસ્તાનની જેલમાં કેદ એક ભારતીય સૈનિકના દીકરાએ પિતાને પરત લાવવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી. ભારતીય જવાન આનંદ પાત્રીની 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી તેમની કોઈ ભાળ મળી નહોતી. પછી તેમના લાહોર જેલમાં કેદ હોવાના અહેવાલ આવ્યા હતા. 

વિદ્યાધરે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર 

હવે તેમના દીકરા વિદ્યાધર પાત્રીએ જણાવ્યું કે પાકિસ્તાની અધિકારી 2007માં તેમના પિતા આનંદ પાત્રીને છોડવાના હતા પણ પાકિસ્તાને સામે શરત રાખી હતી કે તેમને એક નાગરિક તરીકે મુક્ત કરાશે જેમને ભારતીય અધિકારીઓએ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. વિદ્યાધર કહે છે કે જો મારા પિતાનું નિધન થઈ ગયું હોય તો તેમને શહીદનો દરજ્જો આપવામાં આવે. તેમણે પોતાની આ માગ સાથે રાષ્ટ્રપતિને એક પત્ર સોંપ્યો હતો. 

દીકરો પણ હવે 65 વર્ષનો થઈ ગયો 

આનંદ પરિવાર ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામનગર બ્લોકમાં રહે છે. તેમના દીકરા વિદ્યાધર પણ હવે 65 વર્ષના થઈ ગયા છે. વિદ્યાધરે કહ્યું કે એક પ્રકાશનના માધ્યમથી તેમને પાકિસ્તાનની જેલમાં પિતાના કેદ હોવાની માહિતી મળી હતી. આનંદ પાત્રી કોલકાતાથી ભારતીય સૈન્યમાં જોડાયા હતા. પાત્રીએ 1962ના ભારત-ચીન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. આ મામલે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાર્યકર ઉત્તર રાયે કહ્યું કે આનંદ પાત્રી 1965માં ભારત-પાક. વચ્ચેના યુદ્ધમાં સામેલ હતા. ત્યારથી જ તે ગુમ થઇ ગયા. તે લગભગ 58 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ છે. હાલ તેમના વિશે કોઈ માહિતી નથી પણ તે જીવિત હશે તો 88 વર્ષના હશે.