×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તુર્કેઈમાં કુદરતી આફત કે માનવીય નિષ્ફળતા ? ખામીયુક્ત બાંધકામને કારણે બિલ્ડરો સામે તપાસ

Image : Twitter

અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2023, રવિવાર

તુર્કેઈમાં આવેલા વિનાશક ભૂકંપમાં 50 હજાર કરતા પણ વધારે લોકોના મોત થયા છે. આ વિનાશક ભૂકંપને કારણે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા હતા. આ ભૂકંપમાં 16 હજાર ઈમારતો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. આ કારણે શહેરોના નાશ થયો હતો. આ ભૂકંપ બાદ તુર્કેઈમાં અત્યાર સુધીમાં 184 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 113 ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યા છે અને 600 લોકો પર તપાસ ચાલી રહી છે.

કેવી રીતે શરૂ થયો ધરપકડનો સિલસિલો?

તુર્કેઈમાં વિનાશકારી ભૂકંપ બાદ નિષ્ણાતો અને અન્ય લોકો ખામીયુક્ત બાંધકામને દોષી ઠેરવી હતી. આ માટે જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. લોકોનો આરોપ છે કે જો એન્જિનિયરિંગના માપદંડોનું પાલન કરવામાં આવ્યું હોત તો આટલી મોટી તબાહી સર્જાઈ ન હોત. આ મામલે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે કે શું કુદરતી આફતની અસર માનવીય નિષ્ફળતાને કારણે છે? વિરોધ પક્ષો અને કેટલાક બાંધકામ નિષ્ણાતોએ રાષ્ટ્રપતિ પર બિલ્ડિંગના નિયમોનો અમલ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો હતો. આ કારણે રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન પર પણ દબાણ વધી ગયું અને તેમણે જવાબદારો સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.

આ મામલે તપાસ વધી રહી છે

રાષ્ટ્રપતિની જાહેરાત બાદ તુર્કેઈમાં કોન્ટ્રાક્ટરો-બિલ્ડરો સામે તપાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 184 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. 113 ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે 600થી વધુ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. ન્યાય પ્રધાન બેકિર બોઝદાગે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરો અને પ્રોપર્ટી માલિકો સહિત 184 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં એક શહેરના મેયરનો પણ સમાવેશ થાય છે.