×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CBI ઓફિસની બહાર AAPના કાર્યકરોનો ઉગ્ર વિરોધ, ધારા 144 લાગુ કરાઈ



દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે CBIની ઓફિસ પહોંચ્યા છે. સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર CBI ઓફિસની બહાર AAP ના કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ થઇ રહ્યો છે.

અહેવાલ મુજબ, કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે દિલ્હી પોલીસે દક્ષિણ જિલ્લામાં અને CBI ઓફિસના પ્રવેશદ્વારની આસપાસ ધારા 144 લાગુ કરી છે.  CBI સમક્ષ હાજર થતા પહેલા મનીષ સિસોદિયા રાજઘાટ પર મહાત્મા ગાંધીને નમન કરવા ગયા હતા.   

દિલ્હી પોલીસે AAP સમર્થકોની કરી  અટકાયત 
દિલ્હી પોલીસે રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય સહિત 50 લોકોની અટકાયત કરી છે અને ઘણા ધારાસભ્યોને મેદાન ગઢી અને ફતેહપુર બેરી લઈ જવામાં આવ્યા છે.