×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

HAPPY BIRTHDAY અમદાવાદ! વર્લ્ડ હેરિટેજ સીટીનો આજે 613મો જન્મદિવસ



અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2023, રવિવાર

આજે અમદાવાદ શહેરનો 613મો જન્મદિવસ છે. વર્લ્ડ હેરિટેજ સિટિનો દરજ્જો ધરાવનાર આ શહેરની સ્થાપના બાદશાહ અહેમદ શાહે કરી હતી અને અહમદ શાહેના નામ પરથી અમદાવાદ નામ રાખવામાં આવ્યુ હતું. અમદાવાદ શહેર પહેલા આશાવલ અને કર્ણાવતીના નામે ઓળખાતું હતું. આજે પણ અનેક વિસ્તારોમાં જેમા જુના અમદાવાદની ઝલક જોવા મળે છે.

નાની પોળમાંથી મોટુ મહાનગર બન્યુ

વર્લ્ડ હેરિટેડ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદ શહેરનો આજે 613મો જન્મદિવસ છે. આ શહેરની સ્થાપના બાદશાહ અહમદ શાહે કરી હતી. રાજ્યમાં સૌથી મોટુ સાતમુ સીટી છે. ગાંધીનગર પહેલા અમદાવાદ જ ગુજરાતનું પાટનગર હતું. સાબરમતી નદીના કિનારે વસેલા આ શહેરનો વિસ્તાર આજે ઘણો બધો લાંબો થઈ ગયો છે. આ પહેલા નાની પોળમાં જ અમદાવાદ શહેર સીમીત હતું તે હવે છેવાડાના વિસ્તારો ભળતા ગયા અને આજે મોટુ મહાનગર બની ગયુ છે. અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલસામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી હતી જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે. 

સાંસ્કૃતિક, ધાર્મિક અને આધુનિકતાના સમન્વયનું શહેર 

અહેમદશાહ નામના બાદશાહના નામ પરથી બનેલા અમદાવાદ શહેરનો આજે 613મો જન્મદિવસ છે. ભવ્ય હેરિટેજ તેમજ હજારો હેરિટેજ કક્ષાનાં મકાનો, મહાત્મા ગાંધીનાં સ્મારકો અને 600 કરતા પણ વધારે પોળ-શેરીઓના લીધે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ શહેર બન્યું છે. ઈ.સ 1411માં અહમદશાહ દ્વારા અમદાવાદની સ્થાપના થઇ તે પહેલા અમદાવાદ કર્ણાવતીના નામે ઓળખાતું હતું.  પ્રાચીન મંદિરો, જુની ઈમારતો અનેક સ્થાપત્યો જે અમદાવાદના ઈતિહાસ સાથે હજુ પણ જોડાયેલા છે. અમદાવાદની સ્થાપના થઈ તે સમયે એક અલગ અમદાવાદ જોવા મળતું હતું.  અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, આર્થિક અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. અમદાવાદમાં છેલ્લા બે દાયકાયોમાં ઘણું પરિવર્તન થયું છે. અમદાવાદમાં આજે પણ કેટલાક ગામો અને વિસ્તારો એવા છે જ્યાં પહેલાનું અમદાવાદ જોવા મળે છે.