×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બોલો લ્યો! માણસો બાદ ગૂગલે હવે રોબોટ્સની પણ કરી છટણી

Image: Envato



ગૂગલમાં માણસોની છટણીના સમાચાર તો આવતા રહેતા હોય છે. પરંતુ ગુગલે હવે ફક્ત માણસોને જ નહિ પરંતુ રોબોટ્સને પણ નોકરીમાંથી કાઢી મુક્યા છે. અહેવાલો અનુસાર, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે તેનો એક એક્સપેરિમેન્ટલ વિભાગ બંધ કરી દીધો છે જેમાં રોજિંદા કામ માટે રોબોટ્સ રાખવામાં આવતા હતા.

કંપનીએ તેની પાછળનું કારણ પૈસાની અછત હોવાનું જણાવ્યું હતું. આલ્ફાબેટે રોબોટિક્સ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેમાં 100થી વધુ રોબોટ્સ પર 200થી વધુ લોકો કામ કરતા હતા. આ રોબોટ્સ ઓફિસના કાફેટેરિયા, ડસ્ટબીનની સફાઈ અને અન્ય કામ માટે રાખવામાં આવ્યા હતા. આ રોબોટ્સ કોરોના કાળમાં કંપનીને એટલા મદદે આવ્યા હતા કે, તેમના દ્વારા કોન્ફરન્સ રૂમની સફાઈ અને અન્ય કાર્યો પણ કરાવ્યા હતા.

આલ્ફાબેટેના કહેવા મુજબ, આ રોબોટની કિંમત ઘણી વધારે છે. ઉપરાંત, કંપની રોબોટનું સંચાલન કરતા નિષ્ણાતો પર પણ ઘણા પૈસા ખર્ચવા પડતા હતા. તેની સામે હાલ મંદીના માહોલમાં કંપનીની કમાણી ઘટી રહી હતી, જે કારણે આલ્ફાબેટે રોબોટિક્સ પ્રોજેક્ટ સમાપ્ત કરીને આ રોબોટ્સને નીકાળી દીધા છે. જો કે આમાંથી કેટલાક રોબોટ્સ કંપની દ્વારા ગૂગલ રિસર્ચ ટીમ માટે રાખવામાં આવ્યા છે.

ભવિષ્યમાં રોબોટ્સ 40 ટકા ઘરનાં કામ કરાવશે - રિપોર્ટ
એક અહેવાલ મુજબ તો એવું પણ કહેવાય રહ્યું છે કે, આગામી 10 વર્ષમાં ઘરેલુ રોબોટ્સ પર નિર્ભરતા વધી જશે અને લગભગ 40 ટકા  કામ તો  રોબોટ્સ દ્વારા જ થતા હશે. સાથે જ રિસર્ચમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આગામી 5 વર્ષમાં 27 ટકા ઓટોમેશન પણ જ કામ થતું જોવા મળશે.