×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘નિતિશ હોય કે મમતા, કેજરીવાલ હોય કે KCR, તમામ લાગે છે કે…’ કેન્દ્રીય મંત્રીના આકરા પ્રહાર

પટણા, તા.23 ફેબ્રુઆરી-2023, ગુરુવાર

બિહારમાં મહાગઠબંધનને લઈ રાજકારણ ગરમાયું છે, ઉપરાંત નિવેદનબાજી પણ ખુબ જોવા મળી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. તેમણે નીતિશ કુમારને સત્તા છોડવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, નીતિશની દુર્ગતિ નિશ્ચિત હોવાથી તેમણે સત્તા છોડી દેવી જોઈએ. તેમની પાસે કોઈપણ રાજકીય વિશ્વનીયતા બચી નથી. ગિરિરાજ સિંહે દાવો કર્યો હતો કે, રાજકીય ક્ષેત્રે ચાલી રહેલી ચર્ચાઓથી સ્પષ્ટ છે કે બજેટ સત્ર બાદ તેજસ્વી યાદવને બિહારના મુખ્યમંત્રી બનાવાશે.

નીતિશે ખુરશી છોડી યાત્ર ાપર નિકળી જવું જોઈએ : ગિરિરાજ સિંહ

ગિરિરાજ સિંહે વધુમાં કહ્યું કે, હાલ જેડીયુમાં ચાલી રહ્યું છે કે 2025 બાદ ધારાસભ્ય નક્કી કરશે અને હવે લાલુજી પણ સ્વસ્થ થઈ ગયા છે તો નીતિશ જીની આત્મા કહેતી હશે કે તેમણે બજેટની સાથે યાત્રા પર નિકળી જવું જોઈએ. રાજદ અને જેડીયુ વચ્ચે થયેલી ડીલ સામે આવવા લાગી છે. મને લાગી રહ્યું છે કે, લાલુ યાદવ અને નીતિશ કુમાર વચ્ચે જે ડીલ થઈ છે, તે મુજબ બજેટ સત્ર બાદ નીતિશ યાદવ ખુરશી છોડી કેન્દ્રની રાજનીતિમાં એન્ટ્રી કરશે.

તમામ લાગે છે કે તેઓ ગેમ ચેન્જર બની શકે છે પરંતુ...

તો બીજી તરફ ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, મમતા બેનર્જી 2024માં મોટી ગેમ ચેન્જર બનીને સામે આવશે. જેના જવાબમાં ગિરિરાજ સિંહે તીખી પ્રતિક્રિયા આપી કહ્યું કે, હાલ દેશમાં વડાપ્રધાન પદ ખાલી નથી. તેમણે કહ્યું કે, નિતિશ હોય કે, મમતા બેનર્જી... અરવિંદ કેજરીવાલ હોય કે કેસીઆર... તમામ લાગે છે કે તેઓ ગેમ ચેન્જર બની શકે છે, પરંતુ દેશમાં વડાપ્રધાનનું પદ ખાલી નથી.