×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચોંકાવનારો અહેવાલ ! USમાં આ ભારતીય સમુદાય હેટ ક્રાઇમનો સૌથી વધુ ભોગ બન્યો

image : Wikipedia 


અમેરિકામાં 2021માં યહૂદી અને શીખ સમુદાયના લોકો હેટક્રાઈમની ઘટનાઓના સૌથી વધુ પીડિત રહ્યા. દેશભરમાં આવી ઘટનાઓ અંગે એફબીઆઈના વાર્ષિક અહેવાલમાં આ માહિતી સામે આવી હતી. એફબીઆઈએ જણાવ્યું કે 2021માં ધર્મ સંબંધિત હેટ ક્રાઈમના કુલ 1005 કેસ નોંધાયા હતા. 

યહૂદી સૌથી વધુ પીડિત

ધર્મ આધારિત ક્રાઈમની સૌથી મોટી કેટેગરીમાં યહૂદી વિરોધી ઘટનાઓ 31.9% રહી હતી. તેના પછી શીખવિરોધી ઘટનાઓ 21.3% રહી.  જ્યારે મુસ્લિમવિરોધી ઘટનાઓની ટકાવારી 9.5 અને કેથોલિક વિરોધી ઘટનાઓની 6.1% તથા ઈસ્ટર્ન ઓર્થોડોક્સ(રશિયન, યુનાન, અન્ય) વિરોધી ઘટનાઓની ટકાવારી 6.5 ટકા રહી હતી. 

FBIના આંકડાઓમાં માહિતી સામે આવી 

FBIના 2021ના આંકડાઓ અનુસાર 64.8 ટકા પીડિતોને એટલા માટે નિશાન બનાવાયા હતા કેમ કે ગુનેગાર તેમની જાતી/વંશ પ્રત્યે પક્ષપાત ધરાવતા હતા. તેની સાથે જ અશ્વેત કે આફ્રિકી મૂળના અમેરિકીઓ પણ મોટાપાયે નિશાને રહ્યા અને તેમની સંખ્યા 63.2 ટકા રહી હતી.