×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્લાસ્ટિક, કોલસાની રાખ બાદ વધુ એક વેસ્ટ મટીરિયલથી બનશે રોડ! NHAIનો પ્લાન તૈયાર

image : Twitter


હવે પ્લાસ્ટિક અને ફ્લાય એશ બાદ NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફર્ટિલાઈઝર અને કેમિકલ કંપનીઓ સાથે મળીને રોડ બનાવવા માટે ફોસ્ફોર અને જિપ્સમનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. NHAIએ આ પ્રોજેક્ટના ફીલ્ડ ટેસ્ટિંગની જાહેરાત કરી દીધી છે. ફોસ્ફોર-જિપ્સમ ફર્ટિલાઈઝરની બાય પ્રોડક્ટ છે. 

ઈન્ડિયન રોડ કોંગ્રેસએ આપી મંજૂરી 

NHAIએ જણાવ્યું કે પાયાના માળખાના નિર્માણ માટે તેને વેસ્ટ મટીરિયલ તરીકે ઉપયોગમાં લેવાથી કાર્બન ઈમર્શન પણ બ્રેક વાગશે. એક ઈન્ડિયન ફર્ટિલાઈઝર કંપનીએ ફોસ્ફોર-જિપ્સમનો ઉપયોગ રોડ બનાવવા માટે કર્યો હતો. તેનું મૂલ્યાંકન સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CRRI) દ્વારા કરાયું હતું. તેના રિપોર્ટ મુજબ ઈન્ડિયન રોડ કોંગ્રેસ (IRC) એ ત્રણ વર્ષની મુદ્દત માટે રોડ બનાવવા ફોસ્ફોર-જિપ્સમ વેસ્ટ મટીરિયલના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. 

NHAI રોડ કન્સ્ટ્રક્શનમાં પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગને પણ પ્રમોટ કરે છે

ફોસ્ફોર-જિપ્સમ વેસ્ટ મટીરિયલના ઉપયોગથી બનેલા રોડને ચેક કર્યા બાદ તેના ફીલ્ડ ટ્રાયલની મંજૂરી અપાઈ હતી જેથી લોકો આ રોગ પર વિશ્વાસ કરે અને તેમને કોઈ મુશ્કેલી ન થાય. NHAI રોડ કન્સ્ટ્રક્શનમાં પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગને પણ પ્રમોટ કરે છે. જેનું પરીક્ષણ અનેકવાર થઈ ચૂક્યું છે. પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને બનાવેલા રોડ ટકાઉ હોય છે. આટલું જ નહીં જો એક કિલોમીટરના ફોર લેન નેશનલ હાઈવેનું નિર્માણ કરવામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે તો 7 ટન જેટલા પ્લાસ્ટિકના કચરાનો નિકાલ લાવવામાં મદદ મળી જાય છે. અગાઉ હાઇવે અને ફ્લાયઓવર બનાવવા માટે થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી નીકળતી ફ્લાય એશ એટલે કે કોલસાની રાખનો ઉપયોગ કર્યો હતો. 6 લેનના 135 કિ.મી. લાંબા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેના નિર્માણ માટે 1.2 કરોડ ક્યૂબિક મીટર ફ્લાય એશનો ઉપયોગ કરાયો હતો.