×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છેવટે JDU માંથી ઉપેન્દ્ર કુશવાહાનું રાજીનામું, નવી પાર્ટીની પણ જાહેરાત કરી

Image: Twitter 



બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મતભેદના અહેવાલો વચ્ચે, ઉપેન્દ્ર કુશવાહા આજે JDUથી અલગ થઈ ગયા છે. ઉપેન્દ્ર કુશવાહાએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં નવી પાર્ટી રાષ્ટ્રીય લોક જનતા દળની રચનાની જાહેરાત કરી હતી. કુશવાહાએ કહ્યું કે, તેઓ આજથી એક નવી રાજકીય ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યા છે.  તેમણે જાહેરાત કરી હતી કે,  MLC અને JDU સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છું.

તેમને કહ્યું કે, હું 2 વર્ષ પહેલા JDUમાં જોડાયો હતા. પરંતુ હવે નવી રાજકીય ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છું. 2005 પછી નીતિશ આ વારસાને આગળ ધપાવી રહ્યા હતા. તેમણે શાસનમાં સારી રીતે કામ કર્યું હતું. તેમણે બિહારને ભયાનક દ્રશ્યમાંથી બહાર કાઢવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી.  પરંતુ હવે તેમનું પ્રદર્શન ખરાબ થઇ ગયું છે. જો અંતમાં કંઈ સારું ન થાય, તો બધું ખરાબ છે.