×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ રાજ્યમાં પ્રાઈવેટ બાઈકનો ટેક્સી તરીકે ઉપયોગ કર્યો તો મરી ગયા સમજો! સરકારની ચેતવણી

image : website


દિલ્હી સરકારના પરિવહન વિભાગે રવિવારે એક પબ્લિક નોટિસ જારી કરી દિલ્હીમાં પ્રાઈવેટ બાઈક ટેક્સીના કોમર્શિયલ ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. નોટિસમાં કહ્યું છે કે પ્રતિબંધ છતાં પણ બાઈક ટેક્સી ચલાવતા લોકો પકડાશે તો તેમને દંડ ફટકારાશે. આ ઉપરાંત લાઇસન્સ પણ રદ કરી દેવાશે. 

એગ્રીગેટર્સને પણ ચેતવણી...

આ સર્વિસ સાથે સંકળાયેલા તમામ એગ્રીગેટર્સને પણ ચેતવણી આપવામાં આવી છે કે જો તેમણે તેમના પ્લેટફોર્મ પર બુકિંગ ચાલુ રાખી તો તેમની વિરુદ્ધ પણ મોટર વ્હિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. તેના માટે એક લાખ રુપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. આ મામલે પરિવહન વિભાગે આવા એગ્રીગેટર્સને શૉ કોઝ નોટિસ મોકલવાની તૈયારી પણ કરી લીધી છે. 

કેટલી સજા થશે? 

પરિવહન વિભાગે ખાનગી બાઈક ટેક્સીઓને મોટર વ્હિકલ એક્ટ, ૧૯૮૮નું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જે વ્યક્તિ પહેલીવાર ગુનો કરતા પકડાશે તેને  ₹5,000ના દંડની જોગવાઈ કરાઈ છે જ્યારે બીજી વાર ફરી કોઈ ઉલ્લંઘન કરતા પકડાશે તો તેને  ₹10,000નો દંડ અને એક વર્ષની જેલની સજા કરાશે. આ સ્થિતિમાં ચાલકે ત્રણ મહિના માટે તેનું લાઈસન્સ પણ ગુમાવવું પડી શકે છે. 201માં મોટર વ્હિકલ એક્ટમાં કરાયેલા સુધારાએ એ સ્પષ્ટ કરી દીધું હતું કે એગ્રીગેટર કાયદેસરના લાઇસન્સ વિના કામ નહીં કરી શકે.