×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'પૂર આવે તે પહેલા પાળ બાંધવા નીકળ્યા CM મમતા બેનરજી', વિધાનસભામાં લાવશે પ્રસ્તાવ

image : facebook


પ.બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ વિધાનસભામાં રાજ્યના વિભાજનની માગ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. આ મામલે માહિતી ધરાવતા લોકોએ જણાવ્યું કે આ બજેટ સત્રમાં જ પ્રસ્તાવ રજૂ કરાશે. અગાઉ શુક્રવારે બંગાળ વિધાનસભામાં એક અન્ય પ્રસ્તાવ રજૂ કરાયો હતો જે હેઠળ સરી અને સરના ધર્મને આદિવાસી ઓળખ અપાઈ હતી. 

તમામ સભ્યોને પ્રસ્તાવને સમર્થન આપવા અપીલ 

એક વરિષ્ઠ તૃણમૂલ નેતાએ કહ્યું કે બંગાળના વિભાજનના પ્રયાસો થઈ રહ્યા છે. પાર્ટી તેની વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ગૃહના તમામ સભ્યો ભલે પછી તે વિપક્ષના  કેમ ન હોય તે આ પ્રસ્તાવને સમર્થન કરશે. 

આ પ્રસ્તાવને તૃણમૂલ અને ભાજપ વચ્ચેની ખેંચતાણ તરીકે જોવાઈ રહ્યો છે

આ પ્રસ્તાવને તૃણમૂલ અને ભાજપ વચ્ચેની ખેંચતાણ તરીકે જોવાઈ રહ્યો છે. આ પ્રસ્તાવ માટે રુલ ૧૮૫ નોટિસ પણ આપી દેવામાં આવી છે. બીજી બાજુ તૃણમૂલ પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું કે હું કોઈપણ ભોગે રાજ્યના ભાગલા નહીં પડવા દઉં.  ગત વર્ષે ઉત્તર બંગાળના અલીપુરદુઆરમાં એક રાજકીય રેલીમાં પણ મમતાએ કહ્યું હતું કે ભાજપ બંગાળના ભાગલા પાડવાની વાત કરે છે. હું જીવ આપી દઈશ પણ આવું નહીં થવા દઉં. ગત કેટલાક વર્ષોમાં અલીપુરદુઆરના સાંસદ જોન બાર્લા સહિત જુદા જુદા ભાજપ નેતાઓએ ઉત્તર બંગાળને અલગ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગ કરી હતી. જોકે પાર્ટી બંગાળમાં કોઈ વિભાજન ઈચ્છતી નથી. ભાજપનું ગઢ રહ્યું છે ઉત્તર બંગાળ. અહીં પર્વતીય વિસ્તારોમાં રાજકીય પક્ષ અને ગોરખા સંગઠનોએ ભારતીય ગોરખાલેન્ડ સંઘર્ષ સમિતિ નામે એક મોરચો બનાવ્યો છે. તેઓ અલગ ગોરખાલેન્ડ રાજ્યની માગ કરી રહ્યા છે.