×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 10 વર્ષ આ ખેલાડીને મળી તક

નવી દિલ્હી, તા.19 ફેબ્રુઆરી-2023, રવિવાર

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ (INDvsAUS)ની જાહેરાત કરાઈ છે. ટેસ્ટ શ્રેણી પૂર્ણ થયા બાદ બંને ટીમો વચ્ચે 17મી માર્ચથી વન-ડે શ્રેણી શરૂ થશે. ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા પ્રથમ મેચમાં રમી શકશે નહીં. BCCIએ જણાવ્યું કે રોહિત પારિવારિક કારણોસર સીરિઝની પ્રથમ મેચ રમી શકશે નહીં. રોહિતની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન હશે.

જયદેવ ઉનડકટને મળી તક

ભારતીય ટીમના બોલર જયદેવ ઉનડકટને છેલ્લે 2013માં ભારત માટે વન-ડે રમ્યો હતો, ત્યારે હવે 10 વર્ષ બાદ તેને ફરી ટીમમાં જગ્યા મળી શકે છે. તેને 10 વર્ષ બાદ આ ફોર્મેટમાં રમવાની તક મળી શકે છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ઉનડકટે ભારત માટે 7 વન-ડે રમી છે, જેમાં તેને 8 વિકેટ ઝડપી છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. એશિયા કપમાં જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર રહેલો અય્યરનો પણ ટીમમાં સમાવેશ કાયો છે.

વન-ડેમાં 18 ખેલાડીઓનો સમાવેશ

3 મેચની શ્રેણી માટે 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરાઈ છે. ભારત ટેસ્ટ અને T20ની જેમ વન-ડે રેન્કિંગમાં પણ ટોપ પર છે. જો રોહિત શર્મા પ્રથમ વન-ડે નહીં રમે તો તેના સ્થાને ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થઈ શકે છે. 17 માર્ચે મુંબઈમાં વન-ડે શ્રેણીની પ્રથમ મેચ બાદ બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાશે. રોહિત આ મેચથી ટીમ સાથે જોડાશે. શ્રેણીની છેલ્લી મેચ 22 માર્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

વન-ડે શ્રેણી માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કે.એલ.રાહુલ, ઈશાન કિશન (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ

+