×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

થોભો ! દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વૅ પર જઈ રહ્યા છો? જાણી લો આ વાહનોને હવે NO ENTRY

image : Twitter


નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI)એ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વૅના તાજેતરમાં અનાવરણ કરેલા દિલ્હી-દૌસા-લાલસોટ ભાગ પર અમુક વાહનોના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે આ હાઇવે પર બાઈક-સ્કૂટર, થ્રી વ્હિલર, મોટર વિના ચાલતા વાહનો, ટ્રેલરોની સાથે કે તેના વિના ચાલતા ટ્રેક્ટર અને ટુ-વ્હિલર સહિત તમામ પ્રકારના ધીમી ગતિએ ચાલતા વાહનોના પ્રવેશ પર  પ્રતિબંધ મૂકી દીધો છે. 

NHAIએ બહાર પાડી નોટિફિકેશન

NHAIએ આ અંગે ગેજેટ નોટિફિકેશન જાહેર કરી હતી. તેમાં જણાવ્યું હતું કે હાઈસ્પીડ પર ચાલતા વાહનોની અવર-જવરની તુલનાએ ધીમી ગતિએ ચાલતા વાહનોની સુરક્ષા જોખમાઈ શકે છે. જેમ કે ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર અને અન્ય ધીમી ગતિએ ચાલતા વાહનો જેમ કે બિનમોટર સંચાલિત વાહનો, ટ્રેક્ટર વગેરે.  નોટિફિકેશનમાં જણાવાયું હતું કે આ એક્સપ્રેસ વૅને હાઈ-સ્પીડ કોરિડોર તરીકે વિકસિત કરાયો હતો અને એક્સપ્રેસ વૅ માટે મોટર વ્હિકલની મહત્તમ ગતિમર્યાદા 80 કિ.મી./ કલાકથી 120 કિ.મી./ કલાક નક્કી કરાઈ છે.  

પીએમ મોદીએ કર્યું હતું અનાવરણ  

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વૅના દિલ્હીથી દૌસા-લાલસોટ સુધીના પહેલા ભાગનું 12 ફેબ્રઆરીએ પીએમ મોદીને અનાવરણ કર્યું હતું.  તેને 12150 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરાયો હતો.1386 કિ.મી.ની લંબાઈ ધરાવતો આ એક્સપ્રેસ વૅ જ્યારે તૈયાર થઇ જશે ત્યારે તે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વૅ બની જશે.