×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સાઉથ સુપરસ્ટાર અભિનેતાના ભાઈનું 39 વર્ષની વયે નિધન, ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર

image : twitter


જૂનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ અને અભિનેતા તારક રત્નનું હૃદય હુમલાને કારણે નિધન થઇ ગયું છે. હૃદય હુમલો ઉપડ્યાં બાદ તેઓ કોમામાં સરી ગયા હતા. શનિવારે તેમણે અંતિમ શ્વાસ લેતા દુનિયાથી વિદાય લીધી. આરઆરઆર ફિલ્મના સ્ટાર અભિનેતા જૂનિયર એનટીઆરના પિતરાઈ ભાઈ તારક રત્ન ચિત્તૂરમાં એક રેલી દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા. 

કોમામાં સરી ગયા હતા 

તેમને કુપ્પમમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. જ્યારે તેમની હાલતમાં સુધારો ન થયો તો તેમને સારવાર માટે બેંગ્લુરુની નારાયણ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયાક સાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં પણ તેમની હાલતમાં સુધારો થયો નહોતો અને તેઓ કોમામાં સરી ગયા હતા. 

તારક રત્નએ નારા લોકેશ સાથે યુવગલમ પદયાત્રામાં ભાગ લીધો હતો

તારક રત્નએ નારા લોકેશ સાથે યુવગલમ પદયાત્રામાં ભાગ લીધો હતો. પદયાત્રામાં ટીડીપીના અનેક કાર્યકરો પણ હાજર હતા. જ્યારે તારકરત્ન બેભાન થઇને નીચે પડી ગયા તો અચાનક જ હોબાળો મચી ગયો હતો. એવી આશા રખાઈ રહી હતી કે તે જલદી સાજા થઈ જશે પણ એવું થઈ શક્યું નહીં.  તેમના નિધનના અહેવાલથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ શોક વ્યક્ત કર્યું હતું. 

નંદમૂરી પરિવારનો હિસ્સો હતા 

તારક રત્નનું પૂરું નામ નંદમૂરી તારક રત્ન છે. તે નંદમૂરી ફેમિલીનો હિસ્સો છે. તે તેલુગુ સિનેમામાં કામ કરવા માટે વખણાતા હતા. તેમણે ૨૦૦૩માં ઉકાટો નંબરથી ડેબ્યૂ કર્યું હતું. તે અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તારક રત્નને અમરાવતીમાં તેમની ભૂમિકા અને વેબ સિરીઝ ૯ અવર્સ માટે ઓળખાય છે.