×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'ગંદકી કરે તે ખર્ચ ભોગવે' : દિલ્હી સરકારને રૂ. 2232 કરોડનો દંડ


- ગટરનું પાણી યમુનામાં ભળતા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની ફટકાર

- દિલ્હીમાં આપે સત્તા મેળવી ત્યારે માત્ર કેજરીવાલ જ ખાંસતા હતા, આજે આખા દિલ્હીને ખાંસતુ કરી દીધુ : ભાજપ

નવી દિલ્હી : દિલ્હીમાં કચરોના નિકાલ અને ગટર તેમજ પાણીની અયોગ્ય વ્યવસ્થાને પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને રૂ. ૨૨૩૨ કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીના ચેરપર્સન ન્યાયાધીશ એ કે ગોયલે જણાવ્યું હતું કે દેશની રાજધાનીમાં ગટર-પાણી અને કચરાના નિકાલના વ્યવસ્થાપનમાં ગેરરીતી સામે આવી છે. જેને પગલે આ આર્થિક દંડ કરવામાં આવે છે. ખાસ કરીને દિલ્હીના ગટરનું પાણી યમુના નદીમાં જવાથી એનજીટીએ સરકારને ફટકાર લગાવી છે.

એનજીટીએ કહ્યું હતું કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતા યમુના નદી દરરોજ ગંદી થઇ રહી છે. આ નદીમાં દરરોજ ત્રણ હજારથી વધુ દૂષિત પાણી ભળી રહ્યું છે. આ સાથે જ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે. ન્યાયાધીશ ગોયલે પુરુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે લડી રહ્યું છે. એવામાં મોટા પ્રમાણમાં કચરો એકત્રીત થવો લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. આ પહેલા પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં એનજીટીએ દિલ્હી સરકારને આ જ પ્રકારની અવ્યવસ્થાને પગલે ૯૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દરમિયાન એનજીટીએ કહ્યું હતું કે જે પણ લોકો કચરો કરી રહ્યા છે તેઓએ જ તેના નિકાલનો ખર્ચો ભોગવવો પડશે.  

એનજીટીએ પોતાના આદેશમાં નોંધ્યું હતું કે દિલ્હીમાં કચરો ઓછો થવાના બદલે વધી ગયો છે. આ દરમિયાન દિલ્હી સરકાર વતી મુખ્ય સચિવ નરેશ કુમારે એનજીટીને ખાતરી આપી હતી કે એક લાખ ટન કચરો હટાવી દેવામાં આવ્યો છે અને એક વર્ષમાં અન્ય જુનો કચરો પણ હટાવી દેવામાં આવશે.  જે બાદ એનજીટીના ન્યાયિક સભ્ય નિવૃત્ત ન્યાયાધીશ સુધીર અગ્રવાલે કહ્યું હતું કે ૩૩૦ લાખ ટનથી વધુનો કચરો ગાઝીપુર, ઓખલા અને ભલસ્વામાં એકઠો કરાયો છે. દરરોજ જે કચરો જમા થઇ રહ્યો છે તેની ટ્રીટમેંટ જ નથી થઇ રહી તો પછી જુના કચરાનો નિકાલ કેવી રીતે કરશો? બીજી તરફ આ દંડ બાદ ભાજપના નેતા રામવીરસિંહ બિધૂડીએ ટોણો મારતા કહ્યું હતું કે જ્યારે કેજરીવાલે દિલ્હીમાં સત્તા મેળવી ત્યારે માત્ર તેઓ જ ખાંસતા હતા જોેકે હવે આખુ દિલ્હી ખાંસી રહ્યું છે. કેજરીવાલે એનજીટીનો અગાઉનો દંડ નથી ભર્યો અને બંધારણીય સંસ્થાઓની સાથે ટકરાઇને અરાજકતા ફેલાવે છે.