×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ, ચેતેશ્વર પુજારાની 100મી ટેસ્ટ મેચ

Image : Twitter

દિલ્હી, 17 ફેબ્રુઆરી 2023, શુક્રવાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજે દિલ્હીમાં રમાશે. ભારતના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા ટેસ્ટ કેરિયરની 100મી ટેસ્ટ મેચ રમશે. ભારત મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.  

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે દિલ્હીમાં ચાર ટેસ્ટ મેચોની સીરીઝની બીજી ટેસ્ટ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા તેની 100મી ટેસ્ટ મેચ રમશે. ભારત આ મેચ જીતે અને ઓસ્ટ્રેલિયા બાકીની બે મેચ જીતીને સીરીઝ ડ્રો કરે તો પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર ભારતનો કબજો રહેશે. આ ઉપરાંત ભારત માટે ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલની રાહ પણ આસાન થઈ જશે. ભારત આ સીરીઝ જીતશે તો તે સતત ચોથી વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર કબજો કરશે. ભારતે નાગપુર ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે.

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ ઈલેવન

ભારત

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ/મેટ રેનશો, પીટર હેન્ડ્સકોમ્બ/કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (સી), સ્કોટ બોલેન્ડ/મિચેલ સ્ટાર્ક, ટોડ મર્ફી, નાથન લિયોન.