×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યપાલ સરકારની રચના પર સલાહ આપે એ ખોટું : સુપ્રીમ


મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં રાજ્યપાલની ભૂમિકાની ઝાટકણીઃ રાજ્યપાલ રાજકારણમાં દખલ કેવી રીતે કરી શકે

ઉદ્ધવે શિવસેના-ભાજપના વિરોધી પક્ષોનો સાથ લઈ સરકાર બનાવી હતી તેવી રાજ્યપાલ વતી થયેલી દલીલને પગલે સુપ્રીમ કોર્ટ ભારે નારાજ 

મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમને લગતી અરજીઓ સાત ન્યાયમૂર્તિઓની બંધારણીય બેન્ચને સોંપવાની માંગ પર ચુકાદો અનામત

મુંબઈ :  મહારાષ્ટ્રમાં ગત વર્ષે એકનાથ શિંદેના ઉદ્ધવ સરકાર સામે બળવાને પગલે સર્જાયેલા રાજકીય ઘટનાક્રમને લગતી અરજીની સુનાવણી સાત ન્યાયમૂર્તિઓની બેન્ચને સોંપવાની માગણી અંગે પોતાનો ચુકાદોઅનામત રાખ્યો છે. જોકે, આ કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની ભૂમિકા પર આકરા સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કોશ્યારીનાં વલણ સામે અસંમતિ વ્યક્ત કરતાં ટિપ્પણી કરી હતી કે આખરે કોઈ રાજ્યપાલ રાજકારણમાં દખલ કેવી રીતે કરી શકે ? રાજકીય ગઠબંધન અને સરકારની રચના પર તેઓ કેવી રીતે સલાહ કે ટિપ્પણી આપી શકે ? રાજકીય પક્ષો તથા નેતાઓ મતદારો પાસે એક વ્યક્તિ તરીકે નહીં પણ સમાન વિચારધારાના નામે જાય છે અને લોકો પક્ષની વિચારધારાના આધારે મતદાન કરે છે તેવી દલીલ રાજ્યપાલ વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરી હતી. તે  સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. 

મહેતાઅ એમ જણાવ્યું હતું કે , આપણે સૌએ હોર્સ ટ્રેડિંગ શબ્દ સાંભળ્યો જ છે. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ  વિપરીત વિચારધારાના પક્ષ સાથે મળીને સરકાર બનાવી દીધી હતી. શિવસેના અને ભાજપની યુતિના વિરોધમાં રહેલા લોકોનો સાથ લઈને તેમણે આ સરકાર બનાવી હતી. અદાલત ે રાજ્યપાલ વતી સોલિસીટર જનરલે કરેલી આ ટિપ્પણીનેે ર્ે રાજ્યપાલની રાજકીય સક્રિયતા દર્શાવતી હોવાનું માન્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડે સવાલ કર્યો હતો કે આવી બાબતોમા ંરાજ્યપાલ શા માટે બોલે છે? સરકારના ગઠનને  લઈને તેઓ કેમ બોલી શકે? રાજ્યપાલે રાજકીય  મામલામાં દખલ દેવી જોઈએ નહીં.

મહારાષ્ટ્રમા ંશિવસેનાના  ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે એમ બે જૂથને લઈને ઊભા થયેલા સત્તા સંઘર્ષ પ્રકરણે સુપ્રીમ કોર્ટે ચુકાદો મોકૂફ રાખ્યો છ. નબામ રેબિયાના કેસમાં સુપ્રીમ કોર્ટે ૨૦૧૬માં આપેલા ચુકાદાને ફેરવી તોળવો કે કેમ તે મામલો સાત ન્યાયમુૂર્તિઓની બંધારણીય બેન્ચને સોંપાવો જોઈએ એવી માગણી ઉદ્ધવ જૂથ તરફથી થઈ રહી છે. 

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યા. એમ.આર. શાહ, ક્રિષ્ના મુરારી, હીમા કોહલી અને પીએસ નરસિંહા એમ પાંચ જજોની બેન્ચે નબામ રેબિયાના ચુકાદાપર ફેરવિચાર કરવાની જરૃર છે કે નહીં એના પર દલીલો સાંભળી હતી. ત્યાર બાદ બેન્ચે આ અંગેનો ચુકાદો બાકી રાખ્યો છે. 

આજની સુનાવણીમાં શું થયું?

આજની સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે નિરીક્ષણ કર્યું હતું કે આ કેસમાં ધ્યાનમા ંલેવાની એક બાબત એ છે કે નબામ રેબિયા ચુકાદો તમામને લાગુ થાય છે કે નહીં. અમારા કેસમાં સ્પીકરે રાજકીય આવશ્યકતાને કારણે પોતાના માટે મુશ્કેલી ઊભી કરી છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પૂર્વે જ રાજીનામું આપી દેતાં પક્ષના ભવિષ્યની ચકાસણી થઈ શકી નથી. વોટિંગ પેટર્ન જાણી શકાઈ નથી. આથી નબામ રેબિયા કેસનો મુદ્દો ઉપસ્થિત થઈ શકે? મુદ્દો રસપ્રદ  છે પરંતુ શું કોર્ટ હકીકતને ધ્યાનમા ંલીધા વિના આ બાબતમાં ઊંડે ઊતરી શકે? સ્પીકરનો ઠરાવ સભાગૃહમાં અમલી થયો નથી અને વોટિંગ પેટર્ન જાણી શકાઈ નથી, એમ મૌખિક રીતે તેમણે નિરીક્ષણ કર્યું હતું.

ઠાકરે વતી કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે અનુચ્છેદ ૧૦નું અર્થઘટન એ રીતે થવું જોઈએ નહીં કે સરકાર ઉથલાવવામાં તેનો ઉપયોગ થઈ શકે. ભવિષ્યમા ંપણ તેનો દુરુપયોગ થઈ શકે છે. નબામ રેબિયા કેસને આ કેસથી જુદો પાડવામાં આવશે તો ભવિષ્યમાં પણ દાવા ઊભા થશે અને કોઈ સમસ્યાનો ઉકેલ આવશે નહીં.

નબામ રેબિયા પ્રકરણનો આધાર શા માટે?

નબામ રેબિયા કેસમાં જણાવાયું છે કે સ્પીકર સામે જ જ્યારે તેમને દૂર કરવાની નોટિસ અપાઈ હોય  ત્યારે સ્પીકર સભ્યોને અપાત્ર ઠેરવવાનો નિર્ણય લેવાનો અધિકાર હોતો નથી.શિંદે જૂથે આ કેસમાં નબામ રેબિયાના ચુકાદાનો આધાર લઈને દલીલ કરી હતી કે ડેપ્યુટી સ્પીકર સભ્યોને અપાત્ર ઠેરવવાનો નિર્ણય લઈ શકે નહીં જ્યારે તેમને દૂર કરવાનો પ્રસ્તાવ અનિર્ણીત છે. ઉદ્ધવ ઠાકરે જૂથે જણાવ્યા મુજબ આ કેસનો આધાર લેવાની જરૃર નથી અહીં પરિસ્થિતિ અને ઘટનાક્રમ જુદા છે.

અનેક વિવાદો બાદ કોશ્યારીની વિદાય થઈ ચુકી છે 

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી માટે આકરી ટિપ્પણી કરી છે. જોકે, કોશ્યારીની તાજેતરમાં જ રાજ્યપાલ પદેથી વિદાય થઈ ચુકી છે. જોકે, તેમના અનુગામી રમેશ બૈસે હજુ ચાર્જ લીધો નથી. ભગતસિંહ કોશ્યારીનો કાર્યકાળ ભારે વિવાદાસ્પદ રહ્યો છે. અઢી વર્ષ અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ તેમણે વહેલી પરોઢના અંધારામાં દેવેન્દ્ર ફડણવીસને શપથ લેવડાવી વિવાદ સર્જ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ વિશે વિવાદાસ્પદ વિધાનો તથા ઉદ્ધવ સરકારના સંખ્યાબંધ નિર્ણયોને અટકાવી રાખવા માટે તેઓ વારંવાર ટીકાનો ભોગ બન્યા હતા.