×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

WhatsApp પર ChatGPT: જાણો શું છે AI નો ઉપયોગ કરવા સરકારની "ભાષિણી" પહેલ

Image: Twitter 



ઈન્ટરનેટ સર્ચના ભવિષ્યને લઈને ટેક જાયન્ટ્સ ગૂગલ અને માઈક્રોસોફ્ટ વચ્ચેની ટક્કર ચાલી રહી છે, જેમાં હાલ ChatGPT ખૂબ ચર્ચામાં છે. આ પ્રકારની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી  દેશના અંદાજિત 150 મિલિયન ખેડૂતોને લાભ થશે તેમજ   ડિજિટલ મિશનને આગળ લાવવા અને ખેડૂતની આવક બમણી કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં પણ મદદ મળી શકશે.

અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના ડિજિટલ પેમેન્ટ ઉત્સવમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, UPI અને OPENAI બે ટેક્નોલોજીનું એકીકરણ લોકોને તેમની સ્થાનિક ભાષામાં વધુ સરળતા સાથે નાણાં મોકલવા માટે સક્ષમ બનાવશે. સરકાર આગામી 10-12 મહિનામાં ડિજિટલ ક્રેડિટ સિસ્ટમના સંપૂર્ણ રોલઆઉટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, "નાના શહેરો અને ગામડાઓમાં નાના વેપારીઓ કેવી રીતે તેમના વ્યવસાય અને અન્ય કામો માટે મોટી બેંકો પાસેથી ક્રેડિટ મેળવી શકે અને વધારેમાં વધારે ડિજિટલ સેવાઓને સરળતાથી ઍક્સેસ કરી શકે છે. તે સુનિશ્ચિત કરવાનો અમારો હેતુ છે. હવે યોજના અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે,”

WhatsAppની AI ચેટબોટ ChatGPT સાથે જોડાવાની  તૈયારી 
WhatsApp કે જેને ટૂંક સમયમાં AI ચેટબોટ ChatGPT સાથે જોડી સંચાલિત મુખ્ય સરકારી યોજનાઓ પર સરળ સુવિધા પ્રદાન કરવાનો હેતુ છે, અને એક મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય-સ્તરનો કાર્યક્રમ કે જેનો હેતુ ભારતીય અવાજોની સાથે અલગ અલગ લોકોલ ભાષાના નમૂનાઓ ભેગા કરી વિશાળ ક્રાઉડસોર્સ ડેટાસેટ્સ બનાવવાનો છે.

"ભાષિણી" મિશન સાથે જોડવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયની એક ટીમ  WhatsApp-આધારિત ચેટબોટ બનાવી રહી છે. જે પ્રશ્નોના યોગ્ય જવાબો આપવા માટે ChatGPT દ્વારા જનરેટ કરવામાં આવેલી માહિતી પર આધાર રાખશે. તેનું મુખ્ય કારણ એ છે કે, વપરાશકર્તાઓ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો વર્ગ છે તે માટે આ પ્રકારની સુવિધા વિકસાવામાં આવી રહી છે. જો તેમના પ્રશ્નો તે ટાઈપ કરવા સક્ષમ નથી, તો વૉઇસ નોટ્સનો ઉપયોગ કરીને પ્રશ્નો ચેટબોટ પર મૂકી શકશે.

શું છે "ભાષિણી" મિશન?
ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારતના સામાન્ય નાગરિકોને અનેકવિધ સેવાઓ ઘેરબેઠાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. તાજેતરમાં ‘‘ડિજિટલ ઇન્ડિયા’’ સપ્તાહ-2022ના ઉદઘાટન પ્રસંગે ગાંધીનગરથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિવિધ ડિજિટલ એપ્લિકેશન્સ દેશને સમર્પિત કરવામાં આવી જેમાંની એક છે ભાષિણી. ભાષિણીનો ઉદ્દેશ્ય તમામ ભારતીયોને તેમની પોતાની સ્થાનિક ભાષામાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓનો સરળ ઍક્સેસ આપવા અને ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ વધારવાનો છે. ભાષિણીમાં ગુજરાતી સહિત કુલ ૨૨ બંધારણીય ભારતીય ભાષાઓમાં હિન્દી અને અંગ્રેજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી 11 ભાષાઓ પર કામ પૂર્ણ થઇ ચુક્યું છે, જ્યારે બાકીની 11 ભાષાઓ પર કામ ચાલુ છે.