×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તૂર્કેઈમાં ભૂકંપની અગાઉથી આગાહી કરનાર વૈજ્ઞાનિકે કહ્યું હવે ભારત સહિત 3 દેશોનો વારો

Image  - elements.envato and Twitter

નવી દિલ્હી, તા.14 ફેબ્રુઆરી-2023, મંગળવાર

તુર્કેઈ અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપના કારણે મોટાપાયે જાનમાલને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત વિશ્વભરના લોકો આ બંને દેશોમાં રાહત સામગ્રી પણ પહોંચાડી રહ્યા છે. તો તુર્કેઈમાં આવેલો ભૂકંપ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. તૂર્કેઈમાં આવેલા ભૂકંપની સાથે સાથે લોકો ડચ સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સની વાતને પણ યાદ કરી રહ્યા છે. ડય શોધકર્તા ફ્રેન્ક હૂગરબીટ્સે તુર્કેઈ અને તેના પડોશી ક્ષેત્રોમાં ખતરનાક ભૂકંપ અંગે ભવિષ્યવાણી કરી હતી. 

હવે ફ્રેન્ક હૂગરબીટ્સનો વધુ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હૂગરબીટ્સ ભારતીય ઉપખંડમાં મોટો ભૂકંપ આવવાનો દાવો કરી રહ્યા છે. ફ્રેન્ક હૂગરબીટ્સ એવું પણ કહી રહ્યા છે કે, ભૂકંપ હિંદ મહાસાગર ક્ષેત્ર પર એટલે કે ભારત-પાકિસ્તાન સહિત અફઘાનિસ્તાનની આસપાસના વિસ્તારોમાં આવી શકે છે.

કોન છે ફ્રેન્ક હૂગરબીટ્સ ?

ફ્રેન્ક હૂગરબીટ્સ સંશોધન સંસ્થા સોલર સિસ્ટમ જ્યોમેટ્રી સર્વે (SSGEOS)માં કાર્યરત છે. ફ્રેન્ક ગ્રહોની ચાલના આધારે ભૂકંપની ભવિષ્યવાણી કરે છે. આ સંસ્થા અવકાશી પદાર્થોનું નિરીક્ષણ કરી ભૂકંપની ગતિવિધિનો અંદાજ લગાવે છે.

તુર્કેઈમાં આવેલા ભૂકંપ અંગે ફ્રેન્કે કરી હતી આગાહી

ફ્રેન્ક હૂગરબીટ્સે અગાઉથી તૂર્કેઈમાં ભૂકંપ આવવાનો હોવાની ભવિષ્યવાણી કરી હતી. ફ્રેન્કે ભવિષ્યવાણી કરતા પહેલા ભૂકંપ અંગે સંપૂર્ણ સંશોધન કર્યું હોવાનું પણ જણાવ્યું હતું. સંશોધન કર્યા બાદ તેમણે અંદાજ લગાવ્યો હતો કે, ત્યાં કેટલીક ભૂકંપને લગતી ગતિવિધિઓ થવાની છે, તેથી તેમણે વિચાર્યું કે, મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા લોકોને ચેતવણી જારી કરવી જોઈએ.

ફ્રેન્કના દાવાને ખોટો કેમ મનાય છે ?

ફ્રેન્કના દાવા બાદ સોશિયલ મીડિયા પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે, જેના પર ફ્રેન્કનું કહેવું છે કે, ભૂકંપ અંગે કરાયેલી ભવિષ્યવાણી સૈદ્ધાંતિક રીતે યોગ્ય મનાતી નથી. બીજી તરફ અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ કરનારાઓનું કહેવું છે કે, વૈજ્ઞાનિકોએ આજસુધી કોઈપણ ભૂકંપની ભવિષ્યવાણી કરી નથી. વાસ્તવમાં વૈજ્ઞાનિકો દ્વારા ભવિષ્યવાણી કરવા ઉપયોગ કરાતી વિધિ અંગે ઘણા પ્રકારનો વિવાદ છે.

અફઘાનિસ્તાન અને ભારત-પાકિસ્તાનમાં આવી શકે છે ભૂકંપ

ફ્રેન્કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત ઉપરાંત હિંદ મહાસાગર ક્ષેત્ર સુધી શક્તિશાળી ભૂકંપ આવવાની પણ ભવિષ્યવાણી કરી છે. જોકે ફ્રેન્કે અફઘાનિસ્તાનથી શરૂ થઈને હિંદ મહાસાગર સુધી ભૂકંપ આવવા અંગે અસ્પષ્ટ હોવાનું જણાવ્યું છે.