×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

WPL 2023 Auction Live:સ્મૃતિ મંધાના પર અત્યાર સુધીની સૌથી મોટી બોલી

Image: Femalecricket & RCB


ક્રિકેટ ચાહકો માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. આજે  મહિલા IPLની પ્રથમ હરાજી થવા જઈ રહી છે. વુમન્સ પ્રીમિયર લીગ મહિલા IPLની હરાજી મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં શરૂ છે.

ટીમ ઈન્ડિયાની ખેલાડી દીપ્તિ શર્માની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી. તેને યુપી વોરિયર્સે 2.60 કરોડ રૂપિયામાં ખરીદી છે.

હરમનપ્રીત કૌરની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. તેને મુંબઈ ઈન્ડિયન્સે 1.80 કરોડ રૂપિયામાં  ખરીદી છે.

add caption


સ્મૃતિ મંધાનાને 3.40 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદી છે.



એક ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 18 ખેલાડીઓ લઇ શકે
WPLની પ્રથમ સિઝનમાં 5 ટીમો હશે. આ વખતે હરાજીમાં આ પાંચ ટીમોની ફ્રેન્ચાઈઝી પોતપોતાની ટીમ પસંદ કરશે. દરેક ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં 15 થી 18 ખેલાડીઓ રાખી શકે છે. ઓછામાં ઓછા 75 અને વધુમાં વધુ 90 ખેલાડીઓની હરાજી થશે. દરેક ફ્રેન્ચાઇઝી તેની ટીમમાં વધુમાં વધુ 6 વિદેશી ખેલાડીઓ ખરીદી શકે છે.