×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તમે ફોરેક્સમાં ટ્રેડ કરો છો તો અત્યારે જ થઈ જાઓ એલર્ટ, RBIએ શું કહ્યું જુઓ ફટાફટ

image : Twitter

/ Envato 

નવી દિલ્હી, તા 13, ફેબ્રુઆરી, 2023, રવિવાર

જો તમે ફોરેક્સમાં ટ્રેડ કરો છો કે પછી અન્ય કોઈ પ્રકારની લેવડ-દેવડ કરો છો તો કૃપા કરી સાવચેત થઈ જજો. અનેક ફેક અને ગેરકાયદે કંપનીઓ અને વેબસાઈટ આ પ્રકારની લેવડ-દેવડમાં સંડોવાયેલી છે અને ગમે ત્યારે તમારા પૈસા ચાંઉ કરીને રફૂચક્કર પણ થઈ જશે. આવી ઘણી ફરિયાદો મળ્યા બાદ આરબીઆઇએ આ મામલે એક યાદી જાહેર કરી છે. 

આરબીઆઇએ લોકોને કર્યા સાવચેત

આરબીઆઈએ આ યાદીની મદદથી લોકોને જણાવ્યું છે કે તમારે આવી કેટલીક વેબસાઈટો અને તેની પ્રવૃત્તિઓથી સાવચેત થઈ જવાની જરૂર છે. આરબીઆઈ એ પણ સ્પષ્ટ જણાવી રહ્યું છે કે આ લોકો ગેરકાયદે રીતે આ વેપારમાં સંડોવાયેલા છે અને તેમનાથી લોકોએ બચવાની પણ જરૂર છે. આરબીઆઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી આવી ફેક વેબસાઇટો, એપ્લિકેશન અને લોકોથી સાવચેત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ અત્યાર સુધી તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી શકાયો નથી. સરકાર અને આરબીઆઈ આ દિશામાં કામ જ કરી રહ્યા છે. 

અગાઉ પણ એલર્ટ કર્યા હતા

ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ 03 ફેબ્રુઆરી 2022ના રોજ પણ સામાન્ય નાગરિકોને ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ વિરુદ્ધ સાવચેત કર્યા હતા અને એ સંસ્થાઓની એક એલર્ટ યાદી જારી કરી જે ન તો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(FEMA) હેઠળ ફોરેક્સમાં લેવડ-દેવડની પરવાનગી ધરાવે છે ન તો ફોરેક્સ લેવડ-દેવડ માટે ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ સંચાલિત કરવા માટે અધિકૃત છે. 

હજુ યાદી પૂરી થઈ નથી

હવે ફરીવાર આરબીઆઈએ એલર્ટ યાદી અપડેટ કરી છે અને તેમાં એ સંસ્થાઓ/ પ્લેટફોર્મ/ વેબસાઈટના નામ સામેલ કર્યા છે જે આવી ગેરકાયદે સંસ્થાન/ ઇટીપીને પ્રોત્સાહન આપતી દેખાય છે. તેમાં આવી ગેરકાયદે સંસ્થાનોને જાહેરાતોના માધ્યમથી કે ટ્રેનિંગ/સલાહકાર સેવાઓ આપવાનો દાવો કરાઈ રહ્યો છે. આરબીઆઈએ કહ્યું છે કે હજુ આ યાદી પૂરી થઇ નથી એટલે કે તેમાં વધુ નામ સામેલ કરવામાં આવી શકે છે.