×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નીતિન ગડકરીનો પ્લાન! 2030 સુધીમાં ભારતના રસ્તા પર દોડશે 2 કરોડ ઇલેક્ટ્રિક વાહનો

Image: Twitter



કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને લઇ માહિતી આપતા કહ્યું છે કે, વર્ષ 2030 સુધીમાં દેશભરમાં બે કરોડથી વધુ ઈલેક્ટ્રીક વાહનો તૈયાર થઇ શકે છે.  અત્યારે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા કેટલી ઝડપથી વધી રહી છે.

બે કરોડ ઇલેક્ટ્રિક વાહનો 
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે, સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું કે આજે દેશમાં 20.8 લાખ ઇલેક્ટ્રિક વાહનો છે. 2021 ની સરખામણીમાં, 1 મિલિયન ઇલેક્ટ્રિક વાહનો તૈયાર થયા છે અને તેમાં 300 ટકાનો વધારો થયો છે. જેમાં તેમણે કહ્યું કે, અંદાજ મુજબ 2030 સુધીમાં બે કરોડથી વધુ વાહનો હશે.

યુપીમાં સૌથી વધુ સંખ્યામાં  EV
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 4.5 લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર છે અને આવનારા સમયમાં તેમની સંખ્યા પણ વધશે, જેનાથી 10 લાખ નોકરીઓનું પણ સર્જન થશે.

પાંચ વર્ષમાં બમણું કરવાનો લક્ષ્યાંક
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ રૂ. 7.8 લાખ કરોડનો છે. ઓટોમોબાઈલ ઉદ્યોગે ચાર કરોડ નોકરીઓ પૂરી પાડી છે. ભારત સરકાર અને રાજ્ય સરકારો માત્ર ઓટોમોબાઈલ ઉદ્યોગમાંથી મહત્તમ GST મેળવે છે. મારો ઉદ્દેશ્ય આ રૂ. 7.8 લાખ કરોડના ઉદ્યોગને પાંચ વર્ષમાં રૂ. 15 લાખ કરોડનો ઉદ્યોગ બનાવવાનો છે.