×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપી મિશિગન સરોવર ઉપરનું એર સ્પેસ બંધ કર્યું

image : Wikipedia 


વોશિંગ્ટન , તા 13, ફેબ્રુઆરી, 2023

અમેરિકી ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશનની એક નોટિસ મુજબ મિશિગન સરોવરની ઉપરનું એરસ્પેસ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર અસ્થાયી રીતે બંધ કરી દેવાયું છે. જોકે આ મામલે પેંટાગોન કે એનએએ વતી તાત્કાલિક ધોરણે કોઈ ટિપ્પણી કરાઈ નથી. 

કેનેડામાં પણ અજાણી વસ્તુ દેખાઈ હતી 

ઉલ્લેખનીય છે કે અમેરિકી વિમાન દ્વારા એક ચાઈનીઝ જાસૂસી બલૂન અને બે અજાણી શંકાસ્પદ વસતુઓને તોડી પડાયા બાદ એરસ્પેસને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારે કહ્યું કે કેનેડાના તપાસકારો યુકોન ક્ષેત્રમાં એક અમેરિકી લડાકૂ જેટ દ્વારા તોડી પડાયેલી રહસ્યમય વસ્તુના કાટમાળને શોધી રહ્યા છે.

અજાણી વસ્તુ બલૂન હોવાનો દાવો 

અમેરિકી સેનેટના ટોચના કાયદા નિર્માતાએ કહ્યું કે કેનેડા અને અમેરિકાના અલાસ્કાની ઉપર ઉડી રહેલી અજાણી શંકાસ્પદ વસ્તુઓ બલૂન જ હોઈ શકે છે. બંનેને હવામાં જ તોડી પડાઈ હતી. આ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં કેનેડાના પીએમ ટ્રુડોએ કહ્યું હતું કે અમારી રિકવરી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.