×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જેલમાં જ MVA સરકારને પાડી દેવાની ઓફર મળી હતી, આ નેતાના નિવેદને મચાવી સનસનાટી

image : Twitter


મુંબઈ , તા 13, ફેબ્રુઆરી, 2023, રવિવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે ચોંકાવનારો દાવો કરતાં કહ્યું કે જેલમાં જ મને એક એવી ઓફર કરાઈ હતી જેને મેં સ્વીકારી લીધી હોત તો મહાવિકાસ અઘાડી(MVA)ની સરકાર ક્યારની પડી ગઈ હોત. મની લોન્ડરિંગના કેસમાં અનિલ દેશમુખ 13 મહિના જેલમાં રહ્યા હતા અને હાલમાં તે જામીન પર બહાર છે. 

અનિલ દેશમુખની નવેમ્બર 2021માં ધરપકડ કરાઈ હતી 

અનિલ દેશમુખની નવેમ્બર 2021માં ધરપકડ કરાઈ હતી અને તેમને ગત વર્ષે જ 28 ડિસેમ્બરે જામીન  અપાયા હતા. તેમણે વર્ધાના સેવાગ્રામમાં નદી તથા વન સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતી ગ્રામ સભાઓ, એનજીઓ અને સામૂહિક વન અધિકારીઓના રાજ્ય સ્તરના સંમેલને સંબોધન કર્યું હતું. 

કહ્યું - હું ન્યાયમાં વિશ્વાસ રાખું છું

તેમણે દાવો કર્યો કે મને જેલમાં જ ઓફર કરાઈ હતી, જેને મેં સ્વીકારી નહોતી. જો હું સમજૂતી કરી લેત તો મહાવિકાસ અઘાડીના નેતૃત્વ હેઠળની સરકાર અઢી વર્ષ પહેલા જ પડી ગઈ હોત પણ હું ન્યાયમાં વિશ્વાસ રાખું છું એટલા માટે મેં નિવૃત્ત થવાની રાહ જોઈ હતી. તેમણે કહ્યું કે મારા પર 100 કરોડ રુપિયાની મની લોન્ડરિંગનો આરોપ છે. પણ ચાર્જશીટમાં આ રકમ 1.71 કરોડ જ બતાવાઈ. મારી વિરુદ્ધ તપાસ એજન્સીઓ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.