×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Zomatoએ રૂ. 346.6 કરોડની કરી ખોટ, 225 નાના શહેરોમાં કામગીરી બંધ

Image: Twitter



ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ તેના ત્રીજા ક્વાર્ટરના નાણાકીય કમાણીના અહેવાલમાં જણાવ્યું હતું કે, કંપનીની નાણાકીય ખોટમાં  વધારો થયો છે. કંપનીએ એ પણ જાહેરાત કરી કે તેણે નુકસાનને ધ્યાનમાં રાખીને 225 નાના શહેરોમાં તેની કામગીરી બંધ કરી દીધી છે. ફૂડ ડિલિવરી બિઝનેસમાં કંપનીએ ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 346.6 કરોડની ખોટ કરી હતી.

કંપનીએ તેના ત્રીજા ક્વાર્ટરના અહેવાલમાં જણાવ્યું હતું કે, "મંદીમાં વધારાને કારણે, ફૂડ ડિલિવરીના નફાને અસર થઇ રહી છે. પરંતુ તેમ છતાં, અમને લાગે છે કે કંપનીના નફાના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે અમે સારી સ્થિતિમાં છીએ."

ઝોમેટો ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ફૂડ ડિલિવરી એપમાંની એક છે અને તેણે તાજેતરમાં નફો વધારવાના પ્રયાસરૂપે તેનું ગોલ્ડ સબસ્ક્રિપ્શન ફરીથી લોંચ કર્યું છે. પરંતુ છતાં કંપનીએ એવા સમયે 225 નાના શહેરોમાં બંધ કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં આ શહેરોનું પ્રદર્શન બહુ સારું નહોતું, અને અમને એવું લાગ્યું આ શહેરોમાં  રોકાણ સામે યોગ્ય વળતર મળશે નહિ.