×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાની ચીન પર મોટી કાર્યવાહી, બલૂન પ્રોગ્રામને સપોર્ટ કરતી 6 કંપનીઓને કરી બ્લેકલિસ્ટ

Image: Twitter 



જાસૂસી બલૂનને લઈને અમેરિકા અને ચીન વચ્ચેના મતભેદો યથાવત છે. અમેરિકાએ ચીનના બલૂન પ્રોગ્રામને સપોર્ટ કરતી 6 કંપનીઓને આજે બ્લેકલિસ્ટ કરી છે. યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે ગઈકાલે જણાવ્યું હતું કે, તેણે બેઇજિંગના સૈન્ય આધુનિકીકરણના પ્રયાસોને ટેકો આપવા બદલ 6 ચીની કંપનીઓને બ્લેકલિસ્ટ કરી છે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે, ચીની સેના હાઈ એલ્ટિટ્યુડ બલૂનોનો ઉપયોગ કરીને ગુપ્તચર પ્રવૃત્તિઓ કરી રહી છે.

અમેરિકાએ 6 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી 
US ઉદ્યોગ અને સુરક્ષા અધિકારી એલન એસ્ટવેઝે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના બલૂનનો ઉપયોગ કરીને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેનું કારણ ચીનની લશ્કરી ગુપ્તચર પ્રવૃત્તિઓને આભારી છે."  જેનાથી અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડતી સંસ્થાઓને સહન કરવામાં આવશે નહિ.

કઈ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી
ચીનની છ કંપનીઓમાં સમાવેશ થતી કંપનીઓ આ મુજબ છે, બેઇજિંગ નાનજિયાંગ એરોસ્પેસ ટેક્નોલોજી કંપની, ચાઇના ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજી ગ્રુપ કોર્પોરેશન અને ડોંગગુઆન લિંગકોંગ રિમોટ સેન્સિંગ ટેક્નોલોજી કંપનીનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય ત્રણ ઈગલ્સ મુખ્ય એવિએશન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગ્રુપ કંપની છે. આ કંપનીઓમાં Guangzhou Tian-Hi-Xiang Aviation Technology, Shanxi Eagles Main Aviation Science and Technology Group Companyનો સમાવેશ થાય છે.