×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત-મ્યાંનમાર સરહદ પાસે મોરેહમાં બે બોમ્બ વિસ્ફોટ, 1નું મોત, 7 ઈજાગ્રસ્ત

Image - Twitter

ઈમ્ફાલ, તા.10 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

મણિપુરમાં ભારત-મ્યાંનમાર સરહદ પર મોરેહ શહેર પાસે બે ખતરનાક બોમ્બ વિસ્ફોટ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ધડાકામાં એક આતંકવાદીનું મોત થયું છે, જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો મુજબ આ બે બોમ્બ વિસ્ફોટ મ્યાનમારના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદની અંદર 150 મીટર અંદર થયા હતા. મણિપુર ભારત-મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ છે.

મળતી માહિતી મુજબ આ વિસ્ફોટના ઘટના બાદ મણિપુરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે. કથિત રીતે પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF) અને કુકી નેશનલ આર્મી (KNA-B)ની સંયુક્ત ટીમ દ્વારા મણિપુર સ્થિત થોંગ્રેનમાં આતંકવાદી જૂથ પર આ બોમ્બ વિસ્ફોટ કરાયો હતો. જેમાં એક આતંકવાદી માર્યો ગયો છે અને 7 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે.  PDF એ મ્યાનમારની નેશનલ યૂનિટી ગર્વમેન્ટ (NUG)ની સશસ્ત્ર પાંખ છે.