×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CM ગેહલોત વિધાનસભામાં જૂનું બજેટ ભાષણ વાંચવા લાગ્યા, ભૂલનું ભાન થતા હસી પડ્યાં

image : Twitter


જયપુર, તા 10, ફેબ્રુઆરી, 2023

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે વર્તમાન કાર્યકાળનું છેલ્લું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. જોકે બજેટની શરૂઆતમાં જ તેમણે એક મોટી ભૂલ કરી હતી. મુખ્યમંત્રી અશોક ગેહલોતે જૂનું બજેટ ભાષણ વાંચવાનું શરૂ કરી દીધું હતું. પીએચડી મંત્રી મહેશ જોશીએ સીએમના કાનમાં જઈને બજેટ રોકવા કહી દીધું. આ દરમિયાન વિપક્ષને તક મળી જતાં જોરદાર હોબાળો મચી ગયો હતો. 

વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો, બજેટ લીક થવાનો આરોપ મૂક્યો 

હોબાળાને લીધે ગૃહની કાર્યવાહી લગભગ અડધો કલાક ઠપ થઈ ગઇ હતી. વિપક્ષે આરોપ મૂક્યો કે મુખ્યમંત્રી જૂનું ભાષણ વાંચી રહ્યા છે તે કેવી રીતે ખબર પડી, તેનો અર્થ તો એ છે કે આ બજેટ લીક થઈ ગયું છે. માહિતી અનુસાર બજેટ અને રાહત આપતા બજેટની જાહેરાત કરીને વિધાનસભામાં આવેલા મુખ્યમંત્રીએ ભાષણ વાંચવાનું શરૂ કર્યું હતું. તેઓ બેથી ૩ ફકરાં વાંચી ચૂક્યા હતા. ત્યારે તેમની પાછળ બેઠેલા મંત્રી મહેશ જોશી તાત્કાલિક દોડી આવ્યા અને તેમણે કાનમાં કહ્યું કે ભાષણ અટકાવી દો. ગેહલોત પૂછે છે કે કેમ? તો મંત્રીએ કહ્યું કે તમે જે વાંચી રહ્યા છો તે જૂનું બજેટ છે. સીએમએ તાત્કાલિક તારીખ જોઈ તો તે પણ ચોંકી ગયા. જોકે પછી તે હસવા લાગ્યા હતા.