×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અદાણી જૂથ અંગે હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માંગ, આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Image : Twitter

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2023, શુક્રવાર

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસ ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ રિપોર્ટની તપાસની માંગ કરવામાં આવી હતી. 

એડવોકેટ વિશાલ તિવારીએ સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ સમક્ષ આ મામલાની વહેલી સૂચિબદ્ધ કરવા માંગ કરવામાં આવી હતી. ગયા સપ્તાહની શરૂઆતમાં એડવોકેટ એમએલ શર્માએ યુએસ સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચના શોર્ટ સેલર નાથન એન્ડરસન અને ભારત અને યુએસમાં તેના સહયોગીઓ વિરુદ્ધ નિર્દોષ રોકાણકારો અને અદાણી જૂથનું કથિત રીતે શોષણ કરવા બદલ સર્વોચ્ચ અદાલતમાં બીજી પીઆઈએલ દાખલ કરી હતી.

હિન્ડેનબર્ગ રિસર્ચમાં અદાણી જૂથ પર ગંભીર આરોપ લગાવ્યા હતા

હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં અદાણી જૂથ પર છેતરપિંડી અને શેરના ભાવમાં છેડછાડ સહિતના અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. આ પછી અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.