×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

BARDએ આપ્યો એક ખોટો જવાબ અને ગૂગલના ડૂબી ગયા 100 બિલિયન ડૉલર

image : Twitter


નવી દિલ્હી, તા 9, ફેબ્રુઆરી, 2023

જ્યારથી ChatGPT આવ્યું છે ત્યારથી ગૂગલનું ટેન્શન વધી ગયું છે. આ દરમિયાન જ તેણે કદાચ ઉતાવળે તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સર્વિસ BARD લોન્ચ કરી દીધી. ગૂગલ અનેક રીતો અજમાવવા લાગી છે અને દુનિયાને આશ્વાસન આપવાનો પ્રયાસ કરી રહી છે કે તેનાથી શ્રેષ્ઠ તો કોઈ છે જ નહીં. તેમ છતાં દુનિયાની સૌથી મોટી ટેક કંપની પૈકી એક ગૂગલ એક સવાલનો સાચો જવાબ શોધી શકી નહીં. જેના લીધે તેનું મોટું નુકસાન થયું. 

તાજેતરમાં જ AI બોટ BARD લોન્ચ કર્યું હતું

તાજેતરના મામલા અનુસાર ગૂગલે તેના નવા AI બોટને બતાવવા માટે ડિજાઈન કરેલી એક એડમાં રજૂ કર્યો તો તેમાં જણાયું કે તે એક સવાલનો ખોટો જવાબ આપે છે. આ એડ જાહેરમાં આવ્યા બાદ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. માહિતી અનુસાર આલ્ફાબેટના શેર લગભગ 8 ટકા સુધી ગગડી ગયા હતા જેના લીધે કંપનીની માર્કેટ કેપને 100 બિલિયન ડૉલરનું નુકસાન થયું હતું. 

આ સવાલનો જવાબ ગૂગલના BARDએ ખોટો આપ્યો 

BARD નામના બોટના પ્રમોશન માટે સોમવારે ટ્વિટર પર જારી કરાયેલી એડમાં બોટને સવાલ કરાયો હતો કે  હું ૯ વર્ષના બાળકને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની કઈ નવી રિસર્ચ કે સંશોધન વિશે જણાવી શકું છું?  ત્યારે BARD તરફથી જવાબ આવ્યો કે આ ટેલિસ્કોપ પૃથ્વીના સૌરમંડળની બહાર કોઈ ગ્રહની તસવીરો લેનારું પ્રથમ ટેલિસ્કોપ હતું. જોકે આ જવાબ ખોટો હતો. 

તો સાચો જવાબ શું હતો? 

BARD દ્વારા આપવામાં આવેલો જવાબ ખોટો હતો. ખરેખર તો  2004માં યુરોપિયન વેરી લાર્જ ટેલિસ્કોપ દ્વારા પૃથ્વીના સૌરમંડળની બહાર કોઈ ગ્રહની સૌથી પહેલા લેવામાં આવી હતી. આ ભૂલને એસ્ટ્રોનોમર્સે પકડી પાડી હતી. ન્યૂકેસલ યુનિવર્સિટીના એક ફેલો ક્રિસ હેરિસને ટ્વિટનો જવાબ આપ્યો કે તમારે  આ ઉદાહરણને શેર કરતા પહેલાં તથ્યો ચકાસી લેવાની જરૂર હતી. આ ભૂલ રોયટર્સે પણ પકડી હતી. તેણે પણ જણાવ્યું કે 2004મા યુરોપિયન એડવાન્સ ટેલિસ્કોપ દ્વારા સ્પેસના એક્સોપ્લેનેટ્સ સદર્ન ઓબ્ઝર્વેટરીના સોલર સિસ્ટમની બહારના ગ્રહોની તસવીરો લેવાઈ હતી. એક્સોપ્લેનેટને 2M1207b પણ કહેવાય છે.  

આ ભૂલનું ભાન આવતા ગૂગલે શું કહ્યું... 

ગૂગલના પ્રવક્તાએ કહ્યું કે એરર એક કઠોર ટેસ્ટિંગ પ્રોસેસના મહત્વને ઉજાગર કરે છે. અમે આ સપ્તાહે ટેસ્ટિંગ ટેસ્ટર્સ પ્રોગ્રામ સાથે તે શરુ કરી રહ્યા છીએ. અમે તમામ પ્રકારની ખામીઓને દૂર કરવા માટે ઈન્ટરનલ ટેસ્ટિંગને એક્સટનરલ ફીડબેક સાથે જોડી દઈશું જેથી રિયલ વર્લ્ડ ઈન્ફર્મેશનમાં ક્વૉલિટી, સેફ્ટી વગેરેના તમામ હાઈબાર્સને પૂરાં કરી શકીએ. 

શું છે BARD?

આ એક ચેટબોટ સેવા છે, જે ChatGPT જેવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત છે. જોકે હજુ સુધી BARDને લોન્ચ કરવામાં આવ્યું નથી. પરંતુ કંપનીએ તે કેવી રીતે કામ કરે છે અને તેના ફીચર્સ વિશે કેટલીક માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, BARD LaMDA ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે LaMDA અને Googleના પોતાના કન્વર્સેશનલ AI ચેટબોટ પર આધારિત છે. તેને સીઈઓ સુંદર પિચાઈએ "પ્રાયોગિક સંવાદ AI સેવા" એટલે કે, એક્સપેરિમેન્ટલ કન્વર્સેશનલ તરીકે ઓળખાવ્યું છે, જેને Google આગામી અઠવાડિયામાં પરીક્ષકો માટે ખોલશે, અને BARD પરીક્ષણ પછી વધુ લોકો માટે વ્યાપકપણે ઉપલબ્ધ કરાવાશે.