×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે અમદાવાદમાં પ્રથમ U-20 બેઠક , PM મોદી વર્ચ્યુઅલ સંબોધન કરી સમિટનો આરંભ કરાવશે

Image : Twitter

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2023, ગુરુવાર

અમદાવાદ શહેરમાં આજથી અર્બન સમિટનો પ્રારંભ થશે. આ સમિત માટે વિદેશથી ડેલિગેસ્ટ ગઈકાલે જ અમદાવાદ આવી ગયા હતા. અમદાવાદમાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતું.

સમિટમાં 35થી વધુ દેશના ડેલિગેટસ હાજર રહેશે

બે દિવસ ચાલનારી આ સમિટમાં 35થી વધુ દેશના ડેલિગેટસ હાજર રહેશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટને વર્ચ્યુઅલ સંબોધન કરી સમિટનો આરંભ કરાવશે. ટોકીયો, મિલાન, રિયાધ અને જાકાર્તા તેમજ બ્યૂઓનસ એરિસ બાદ અમદાવાદમાં અર્બન-20 સમિટ યોજાઈ રહી છે. સમિટમાં પર્યાવરણ ઉપરાંત જળસુરક્ષા, કલાઈમેટ ફાયનાન્સ તેમજ સ્થાનિક ઓળખ સહિતના કુલ 6 મુદ્દા ઉપર વિશ્વના દેશોના શહેરોમાંથી આવનારા પ્રતિનિધિઓ ચર્ચા-વિચારણા કરી એક મુસદ્દો તૈયાર કરશે. બેઠકમાં સાઓ પાઉલો, રોટરડેમ, બાર્સોલોના, બ્યુનોસ આર્યસ, ડરબન તેમજ પેરિસ, જોહાનિસબર્ગ, મેડ્રિડ, ટોકિયો, ઈઝિમર, જાકાર્તા, લોસ એન્જલસ, મેકિસકો સિટી, ન્યૂયોર્ક સિટી, રિયાધ અને મિલાન જેવા સહભાગી શહેરોના પ્રતિનિધિઓ સમિટમાં ભાગ લેશે.

રીવરફ્રન્ટ  આજે ચાર કલાક બંધ રખાશે

દેશ અને વિદેશમાંથી અર્બન-20 સમિટમાં ભાગલેવા આવનારા ડેલિગેટસને આજે ઓવરબ્રિજની મુલાકાતે લઈ જવાશે.આ ઉપરાંત રીવરફ્રન્ટ ખાતે ગાલા ડીનરનુ આયોજન કરવામાં આવ્યુ છે. ગાલાડીનરમાં ગુજરાતની વિવિધ ભાતીગળ વાનગીઓ પણ પીરસવામા આવશે. ગાલા ડીનરનુ આયોજન કરવામા આવ્યુ હોવાથી આજે સાંજે 4થી 8 સુધી રીવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ લોકો માટે બંધ રાખવામાં આવશે. અટલબ્રિજની ટિકીટ પણ માત્ર ત્રણ વાગ્યા સુધી જ મળી શકશે