×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : PM મોદીએ કોંગ્રેસ નેતાને કહ્યું ‘થેન્ક્યુ’ : રાહુલ ગાંધીએ કહ્યું અમારા સવાલો સામે ભાષણ ફેલ

નવી દિલ્હી, તા.08 ફેબ્રુઆરી-2023, બુધવાર

આજે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ પર જવાબ આપતા વિપક્ષો પર જોરદાર હુમલો કર્યો છે. આજે સંસદમાં ગરમા-ગરમીનો માહોલ પણ જોવા મળ્યો અને ખળખળાટ હસવાનું પણ જોવા મળ્યું. PM મોદીએ ઘણા મુદ્દાઓ પર UPA પર કટાક્ષ કર્યા. તો PM મોદીના ભાષણમાં શશિ થરૂરનો પણ ઉલ્લેખ થયો. દરમિયાન આ તમામ બાબતો વચ્ચે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ PM મોદીના ભાષણ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, વડાપ્રધાને ભાષણ તો સારુ કર્યું, પરંતુ તેમણે વિપક્ષ દ્વારા પૂછાયેલા સવાલનો કોઈપણ જવાબ ન આપ્યો. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું કે, વડાપ્રધાન મુદ્દા પર વાત કરી રહ્યા નથી.

PM મોદી તમામને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે : રાહુલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મીડિયા સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાને કોઈપણ સવાલનો જવાબ આપ્યો નથી. અદાણી મુદ્દે પણ PMએ કશું બોલ્યા નહીં. વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ કંઈ કીધું નહીં. એવું લાગી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી તમામને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

PM મોદીએ કહ્યું... થેન્ક્યુ શશિજી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UPAના કાર્યકાળની યાદ અપાવી કોંગ્રેસ પર એક પછી એક વાંકબાણ છોડ્યા હતા. તેમણે 2004થી 2014ના દાયકાને લૉસ્ટ ડિકેડ એટલે કે ‘ખોવાયેલો દાયકો’ કહી કોંગ્રેસ હુમલો કર્યો હતો. આ દરમિયાન PMના ભાષણ દરમિયાન ઘણા વિપક્ષો સાંસદો સંસદમાંથી વૉકઆઉટ થઈ ગયા હતા, જોકે શશિ થરૂર બેઠા હતા. આ માટે PM મોદીએ શશિ થરૂરનો આભાર માન્યો હતો.