×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી લીકર પોલિસી કૌભાંડ : તેલંગાણાના મુખ્યમંત્રી KCRની દીકરીના પૂર્વ CAની ધરપકડ

image : wikipedia


નવી દિલ્હી, તા. 8 ફેબ્રુઆરી 2023, બુધવાર

તેલંગાણાના મુખ્યમંત્રી અને આગામી લોકસભાની ચૂંટણી માટે ત્રીજા મોરચાની કવાયત કરી રહેલા કે.ચંદ્રશેખર રાવ(કેસીઆર) ની કવિતા સાથે અગાઉ કામ કરી ચૂકેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરી લેવામાં આવી છે. 

મિલીભગતનો આરોપ 

ઈડી અને સીબીઆઈએ આ કાર્યવાહી કરતાં દાવો કર્યો હતો કે સાઉથ ગ્રૂપ નામે જાણીતી એક લોબીની મિલીભગત અને લાંચ લઈને દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં સુધારા કરીને ગેરરીતિ આચરવામાં આવી હતી. 

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદયાને આરોપી બનાવાયા છે

આ મામલે તપાસ એજન્સીઓએ કહ્યું કે આ ગ્રૂપમાં તેલંગાણાની સત્તારુઢ ભારત રાષ્ટ્ર સમિતિના કવિતા, આંધ્રપ્રદેશની સત્તારુઢ વાયએસઆર કોંગ્રેસના સાંસદ મગુંટા શ્રીનિવાસલુ રેડ્ડી અને અરબિંદો ફાર્માના સારથ રેડ્ડી સામેલ છે. એજન્સીઓએ દાવો કર્યો હતો કે તે હેઠળ લાઈસન્સ ફી કાં તો માફ કરી દેવાઈ કાં ઘટાડી દેવામાં આવી હતી અને લીકર લાઈસન્સ ધારકોને અયોગ્ય લાભ અપાયો હતો. આ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદયાને આરોપી બનાવાયા છે અને તેમની પૂછપરછ કરાઈ છે.