×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે Zoomમાં છટણી! 1300 કર્મચારીઓને કરાશે છૂટા, CEOએ આપી માહિતી

image : Twitter


સાન ફ્રાન્સિસ્કો, તા. 8 ફેબ્રુઆરી 2023, બુધવાર

હવે કમ્યુનિકેશન ટેક્નોલોજી ફર્મ Zoom તેના લગભગ 1300 કર્ચારીઓ કે પછી 15 ટકા કર્મચારીઓની છટણીની યોજના બનાવી રહી છે. કંપનીના સીઇઓ એરિક યુઆને તેમના સત્તાવાર બ્લોગ પર આ અંગે માહિતી આપી હતી. 

છટણીમાં સામેલ કર્મચારીઓને ઈમેલ દ્વારા જાણ કરાઈ

તેમણે બ્લોગમાં જણાવ્યું કે અમેરિકામાં કામ કરતાં પ્રભાવિત ’અમારા મહેનતી, પ્રતિભાશાળી સહયોગી’કર્મચારીઓ  તમને એક ઈમેઈલ મળશે અને તમામ બિન અમેરિકી કર્મચારીઓને સ્થાનિક જરૂરિયાતો અનુસાર પણ જાણ કરાશે. યુઆને વધુમાં જણાવ્યું કે જો તમે અમેરિકામાં કામ કરી રહ્યા છો અને તમે પણ આ છટણીમાં સામેલ છો તો તમને આગામી 30 મિનિટમાં ઝૂમ અને વ્યક્તિગત ઈનબોક્સમાં એક ઇમેલ મળશે. જેમાં લખ્યું હશે કે [IMPACTED] ડિપાર્ટિંગ ઝૂમઃ વ્હોટ યૂ નીડ ટુ નો. બિન અમેરિકી કર્મચારીઓને સ્થાનિક જરુરિયાતો અનુસાર સૂચના મોકલાશે.

સ્વાસ્થ્ય સેવા કવરેજની પણ ઓફર 

જોકે જે અમેરિકામાં કામ કરતા હતા અને આ છટણીમાં સામેલ છે તેમને 16 સપ્તાહનો પગાર અને સ્વાસ્થ્ય સેવા કવરેજની ઓફર કરાશે. કંપનીના 2023ના નાણાકીય વર્ષ દરમિયાન પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને વાર્ષિક બોનસ પણ ચૂકવાશે.