×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અદાણી માટે એરપોર્ટના નિયમમાં બદલાવ, રાહુલ ગાંધીનો કેન્દ્ર પર મોટો આરોપ

Image: sansad TV



ભારત જોડો યાત્રાના સમાપન બાદ રાહુલ ગાંધી ફરી ગૃહની કામગીરીમાં સક્રિય દેખાયા હત. આજે ​​તેમણે લોકસભામાં સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે પણ રાજકારણી છો, હું પણ રાજકારણી છું. આજના રાજકારણમાં આપણે આપણી જૂની પરંપરા ભૂલી ગયા છીએ. પહેલા આપણે પગપાળા યાત્રા કરતા, હવે ગાડીમાં મુસાફરી કરીએ છીએ. પરંતુ જ્યારે પગપાળા ચાલુ છુ ત્યારે જ જનતા સાથે વાત કરવાનો મને મોકો મળે છે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્ર પર પ્રહારો કરતા નિશાન સાધ્યું અને ભારત જોડો યાત્રાના અનુભવો પણ શેર કર્યા હતા. તેમણે કહ્યું કે 'ભારત જોડો યાત્રા' દરમિયાન ચાલતી વખતે કોંગ્રેસે લોકોનો અવાજ સાંભળ્યો અને પાર્ટીએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. કોંગ્રેસે યાત્રા દરમિયાન બાળકો, મહિલાઓ અને વડીલો સાથે વાત કરી હતી. લોકોએ તેમની પીડા અમારી સામે વ્યક્ત કરી હતી.

અદાણી અને પીએમ મોદીનો ફોટા બતાવ્યો 
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 2014માં અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 609માં નંબરે હતા, ખબર નહીં જાદુ થયો અને તે બીજા નંબર પર આવી ગયા. પીમ મોદી અને અદાણી વચ્ચે સંબંધ ઘણા વર્ષો પહેલા શરૂ થયો હતો, જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા. તેમણે કહ્યું કે અદાણી માટે એરપોર્ટના નિયમો બદલાયા અને તે નિયમ કોણે બદલ્યા તે પણ મહત્વનું છે. નિયમ એવો હતો કે જો કોઈ વ્યક્તિ એરપોર્ટના વ્યવસાયમાં ન હોય તો તે એરપોર્ટ અંગેના કરાર કરી શકે નહીં. ભારત સરકારે અદાણી માટે આ નિયમ બદલ્યો છે.

રાહુલ ગાંધીના સરકાર પર મોટા આરોપ 
રાહુલ ગાંધીએ કહ્યું કે, યાત્રા દરમિયાન જ્યારે યુવાનોને તેમની નોકરી વિશે પૂછવામાં આવ્યું તો ઘણાએ કહ્યું કે તેઓ બેરોજગાર છે અથવા ઉબેર પર રીક્ષા ચલાવે છે, ખેડૂતોએ પીએમ-વીમા યોજના હેઠળ પૈસા ન મળવાની પણ વાત કરી હતી. આદિવાસીઓ પાસેથી તેમની જમીન હડપી લેવામાં આવી છે. લોકોએ અગ્નિવીર યોજના વિશે પણ વાત કરી હતી. નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, અગ્નિવીર યોજના આરએસએસ, ગૃહ મંત્રાલય તરફથી આવી છે, આર્મી તરફથી આવી નથી.