×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં પારો ઉંચકાતા મિશ્ર ઋતુનો અનુભવ, ઠંડીનો હજુ એક રાઉન્ડની આગાહી

Image : Pixabay

અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2023, મંગળવાર

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે અને ગરમીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાએ કડકડતી ઠંડીએ ધ્રુજાવ્યા બાદ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડી ઓછી થઈ અને ગરમી પડવા લાગી છે. જો કે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો હજુ એક રાઉન્ડ હજી બાકી છે. 

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. આ તાપમાનના વધારાને કારણે ઠંડીની અસર ઘટી ગઈ હતી અને ગરમીનું પ્રમાણ વધી ગયુ હતું. રાજ્યમાં કડકડતી ઠંડી બાદ હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી પારો ઉંચકતા ગરમીમાં વધારો થયો છે. રાજ્યના કેટલાક શહેરોમાં વહેલી સવારે ઠંડી બાદ બપોર પછી ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થશે. રાજ્યમાં હજુ એક ઠંડીનો રાઉન્ડ પણ બાકી છે.

ફેબ્રુઆરીના મધ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે

હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો એક રાઉન્ડ હજી આવશે, કારણ કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સથી રાજ્યમાં ગરમીનુ પ્રમાણ વધ્યુ છે. એટલે અત્યારે સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ફેબ્રુઆરીના મધ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. ઠંડીનો હજુ એક રાઉન્ડ બાકી છે.