×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો, આ ખેલાડીએ કરી નિવૃતિની જાહેરાત

Image : Twitter

અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2023, મંગળવાર

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ પહેલા તે વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યો છે. ગઆ પહેલા તે વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમે તે પહેલા ફિન્ચની નિવૃત્તિએ બધાને ચોંકાવી દીધા છે.

ભારત સામેની સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો

ફિન્ચે તેની કારકિર્દીમાં પાંચ ટેસ્ટ, 146 વનડે અને 103 ટી-20 મેચ રમી છે. તે એકમાત્ર ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. ફિન્ચે 76 T20માં ટીમની કેપ્ટનશીપ કરી છે. તેણે તેની 103 T20 મેચોમાં 34.28ની સરેરાશથી રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 142.5ની હતી. વર્ષ 2018માં ઝિમ્બાબ્વે સામે તેણે 76 બોલમાં 172 રન બનાવીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારત સાથેની શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયા માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે. 

આગામી T20 વર્લ્ડ કપ રમી શક્શે નહી

ફિન્ચે પોતાની નિવૃત્તિ અંગે એક નિવેદનમાં કહ્યું કે મને એવો અહેસાસ છે કે હું હવે 2024નો T20 વર્લ્ડ કપ રમી શકીશ નહીં. આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે જેથી ટીમ તેની ભાવિ રણનીતિ પર કામ કરી શકે. હું મારા પરિવાર, પત્ની, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોનો આભાર માનું છું જેમણે મારી કારકિર્દી દરમિયાન મને સપોર્ટ કર્યો હતો. તે ચાહકોનો પણ હૃદયપૂર્વક આભાર કે જેમણે સતત સમર્થન આપ્યું હતું. વર્ષ 2021માં T20 વર્લ્ડ કપ અને 2015માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો તે મારી કારકિર્દીની સૌથી ખાસ યાદો બની રહેશે. અત્યાર સુધીમાં 12 વર્ષોમાં મારા દેશ માટે રમવું કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓનો સામનો કરવો એ એક સન્માન છે જે દરેક વ્યક્તિ મેળવવાની ઈચ્છા રાખે છે.