તૂર્કી-સીરિયામાં સદીનો વિનાશક ભૂકંપ : 2500નાં મોત
- એપી સેન્ટર ઇસ્તંબુલથી 1100 કિ.મિ. દુર ગાઝિયાંટેપમાં : 24 કલાકમાં 7.8, 7.5 અને 6ની તીવ્રતાના ત્રણ આંચકાથી ધરતી ધુ્રજતા મોતનું તાંડવ
- 3000થી વધુ ઈમારતો પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ: સેંકડો લોકો કાટમાળમાં ફસાયાની આશંકા, 10 હજારને ઈજા
- લેબેનોન અને ઈઝરાયેલમાં પણ ભૂકંપનો અનુભવ થયો, ૭૮ આફટર શોક અનુભવાતા લોકોમાં ભારે દહેશત
અંકારા : તુર્કી અને સીરિયામાં ૭.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. એ પછી ગણતરીના કલાકોમાં બીજા બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. આ ભૂકંપના કારણે તુર્કી-સીરિયામાં સેંકડો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. બંને દેશોમાં ૨૩૦૦ કરતાં વધુ લોકોનાં મોત થયા હતા અને દસેક હજાર લોકોને ઈજા પહોંચી હતી. મૃત્યુઆંક હજુય વધે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ત્રણ ભૂકંપ પછી ૭૮આફટર શોક અનુભવાતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ ભૂકંપ તુર્કી-સીરિયા ઉપરાંત લેબેનોન અને ઈઝરાયેલ સુધી અનુભવાયો હતો. તુર્કી-સીરિયામાં આ ભૂકંપના હાહાકાર પછી હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. ૭.૮ની તીવ્રતાના ભૂકંપનું એપીસેન્ટર તુર્કીના ગાજિયાંટેપ શહેરમાં નોંધાયું હતું. આ ભૂકંપે દોઢ મિનિટ સુધી ધરા ધુ્રજાવી હતી.
તુર્કી અને સીરિયા માથે મોટી ઘાત લઈને દિવસ ઉગ્યો હતો. હજુ તો સૂર્યનારાયણને ઉગવાને વાર હતી ત્યારે વહેલી પરોઢે તૂર્કી-સીરિયામાં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. એમાં સેંકડો ઈમારતો ચંદ સેકન્ડમાં ધરાશાયી થઈ ગઈ હતી. મીઠી નિંદ્રામાં પોઢી રહેલા સેંકડો લોકો કંઈ સમજે, વિચારે કે બચવા માટે ઘરની બહાર નીકળે તે પહેલાં જ કાટમાળમાં દબાઈ ગયા હતા. એ ભૂકંપની કળ વળે અને રાહત કામગીરી શરૂ થાય ને લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યાં તો લગભગ ૧૦ વાગ્યે બીજો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. એની તીવ્રતા ૭.૫ની નોંધાઈ હતી.
આ બંને જોરદાર ઝટકાથી સીરિયા-તુર્કીમાં મોતનું તાંડવ સર્જાયું હતું. તુર્કીમાં સર્વાધિક ૧૨૦૦ કરતાં વધુનાં મોત થયા હતા. સીરિયામાં પણ ૭૦૦ લોકોનાં મોત થયાનું સામે આવ્યું હતું. જોકે, આ મૃત્યુ આંક ઘણો વધારે હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. રાહત અને બચાવ કામગીરી ચાલતી હતી એ ગાળામાં બપોરે ત્રણેક વાગ્યે ત્રીજો ભૂકંપ ત્રાટક્યો હતો. એની તીવ્રતા અગાઉના બંને ભૂકંપ કરતા થોડી ઓછી હતી. છની તીવ્રતાનો આ ભૂકંપ પણ બંને દેશમાં અનુભવાયો હતો. ભૂકંપ પછી ૭૮ આફટર શોક અનુભવાતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી. આફટર શોકની તીવ્રતા પણ રિક્ટરસ્કેલમાં ૪થી પાંચ સુધીની નોંધાઈ હતી. તુર્કીના ગાઝિયાંટેપ ઉપરાંત બટમાન, અદાજા, કહરામનમારસ, ડિયર્બકિસ, નુરદયી, અંતાલિયા, અંકારા, સેમસન સુધી આ ભૂકંપે વિનાશ વેર્યો હતો. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો હતો કે તુર્કીની એક કુદરતી ગેસની પાઈપલાઈનમાં આગ ફાટી નીકળી હતી, જેના પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
સૌથી પહેલાં ૭.૮ની તીવ્રતાના ભૂકંપનું એપીસેન્ટર તુર્કીના ગાઝિયાંટેપ શહેર નજીક હતું. આ સ્થળ સીરિયાથી માત્ર ૯૦-૧૦૦ કિલોમીટર દૂર હોવાથી એની અસર તુર્કી ઉપરાંત સીરિયામાં પણ થઈ હતી. સીરિયાના દમિશ્ક, એલેપ્પો, હમા, લતાડિયા સહિતના કેટલાય શહેરોમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. તુર્કી-સીરિયા ઉપરાંત લેબેનોન, ઈઝરાયેલ, જોર્ડન, ઈરાક સુધી એનો ઓછો વત્તો અનુભવ થયો હતો.
તુર્કી અને સીરિયામાં કટોકટી જાહેર કરવામાં આવી છે. શાળા-કોલેજો અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ૨૦૦ ફ્લાઈટ્સ રદ્ કરી દેવામાં આવી હતી. તુર્કીના હૈતેમાં એરપોર્ટમાં તીરાડ પડી ગઈ હતી. ગાઝિયાંટેપમાં રોમનોએ બનાવેલો ૨૨૦૦ વર્ષ જૂનો મહેલ આ ભૂકંપમાં તબાહ થઈ ગયો હતો. તુર્કીના પ્રમુખ એર્ડોઆને કહ્યું હતું કે તુર્કી પર આવી પડેલી આ ૧૦૦ વર્ષની સૌથી વિકટ સ્થિતિ છે.
ભારત સહિત દુનિયાભરના દેશોએ મદદ મોકલવાની જાહેરાત કરી છે. બંને દેશોના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં યુરોપિયન યુનિયન, ઈઝરાયેલ, અઝરબેઝાન, રોમાનિયા, નેધરલેન્ડ, રશિયા, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ચીન જેવા દેશો મેડિકલ સહાય કરશે અને બચાવ-રાહત કામગીરી માટે તાલીમબદ્ધ ટીમ મોકલશે.
આ વિસ્તારમાં અગાઉ ૧૯૩૯માં ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. ત્યારે ૩૦ હજાર લોકોનાં મોત થયા હતા. એ પછી ૧૯૯૯માં ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. એ વખતે ૧૭ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.
સંશોધકે ત્રણ દિવસ પહેલાં 7.5ના ભૂકંપની આગાહી કરી હતી
જીયોલોજિકલ સંસ્થા માટે સંશોધન કરતા ફ્રેક હુગરબીટ્સે ૩જી ફેબુ્રઆરીએ એક ટ્વીટ કર્યું હતું, એમાં આગાહી કરવામાં આવી હતી કે વહેલા-મોડો તુર્કી, સીરિયા, જોર્ડન, લેબેનોન પર ૭.૫ રિક્ટર સ્કેલનો ભૂકંપ ત્રાટકી શકે છે. સંશોધકે એમાં ભૂકંપ ત્રાટકવાની શક્યતા ધરાવતા વિસ્તારનો નકશો મૂકીને રેડમાર્ક કર્યું હતું. તુર્કી-સીરિયામાં ભૂકંપ ત્રાટક્યો એ પછી આ ટ્વિટ ઝડપભેર વાયરલ થઈ હતી. લોકોએ કહ્યું હતું કે હવામાનવિભાગ કે પર્યવરણને લગતું સંશોધન કરતાં સંશોધકોની વાતને અવગણવી જોઈએ નહીં. સંશોધકે જેટલી તીવ્રતાના ભૂકંપની આગાહી કરી હતી એટલી જ તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો.
પીએમ મોદીએ શોકસંદેશો પાઠવીને મદદની જાહેરાત કરી
ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ રવાના
- મેડિકલની ટીમ, રાહત સામગ્રી તુરંત તુર્કી-સીરિયામાં પહોંચશે : બચાવ-સર્ચ ઓપરેશન માટે તાલીમબદ્ધ ડોગ્સને પણ મોકલાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કી અને સીરિયાના ભૂકંપ પીડિત પરિવારોને મદદ પહોંચાડવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ મૃતકોના પરિવારો જોગ શોકસંદેશો પાઠવ્યો હતો. બંને દેશોની સરકારના વડાઓને પીએમ મોદીએ રાહતની ખાતરી આપી હતી અને તેમને આ વિકટ સ્થિતિ બાબતે સાંત્વના પાઠવી હતી. પીએમઓની સીધી દેખરેખ હેઠળ ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં બે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને બંને દેશોમાં મોકલવાનું નક્કી થયું હતું. એનડીઆરએફના ૧૦૦ જવાનો ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રાહત-બચાવ કામગીરી માટે રવાના થયા હતા. તે ઉપરાંત મેડિકલ ટીમ પણ તુર્કી-સીરિયામાં જશે. બચાવ-સર્ચ ઓપરેશનમાં મદદરૂપ થાય તેવા તાલીમબદ્ધ ડોગ્સની ટૂકડી પણ આ બંને દેશોમાં પહોંચશે.
તે સિવાય ભારતની સરકારે રાહત સામગ્રી પણ મોકલવાનો નિર્ણય કર્યો હતો. તુર્કી અને સીરિયાના વિદેશ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ જરૂરી દવાઓ, રાહત સામગ્રી વગેરનો જથ્થો ભારત મોકલશે.
પૃથ્વી પર એક સદી દરમિયાન તબાહી મચાવનારા 10 ખતરનાક ભૂકંપ
૧૯૩૩ : અખંડ ભારતના બલૂચિસ્તાનમાં આવેલા ક્વેટામાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં ૬૦ હજાર લોકોનાં મોત થયા હતા.
૧૯૩૯ : તુર્કીમાં ૭.૮ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો અને ૩૦ હજાર લોકોનો જીવ લઈને શાંત થયો હતો.
૧૯૬૦ : ચીલીના બાલ્ડિવિયામાં ૯.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એમાં ચીલી, જાપાન, ફિલિપાઈન્સ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં ૩૨ હજાર લોકો માર્યા ગયા હતા.
૧૯૯૯ : તુર્કીમાં ૭.૨નો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. એમાં ૧૭ હજાર લોકોનાં મોત થયા હતા.
૨૦૦૧ : ૨૬મી જાન્યુઆરીના દિવસે કચ્છને ૭.૭ની તીવ્રતાથી ધુ્રજાવીને હાહાકાર મચાવનારા આ ભૂકંપે ૩૦ હજાર લોકોનો જીવ લીધો હતો.
૨૦૦૪ : શ્રીલંકામાં ૯.૨નો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેની અસર દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ થઈ હતી. શ્રીલંકામાં જ ૧૦ હજાર લોકોનાં મોત થયા હતા. એ પછી સુનામીનો કેર વર્તાયો હતો, જેમાં ભારતના કાંઠા વિસ્તારોમાં ય મોટું નુકસાન થયું હતું અને પાંચ હજાર લોકોનાં મોત થયા હતા.
૨૦૦૫ : પીઓકેમાં ત્રાટકેલા આ ભૂકંપનો અનુભવ ભારત-પાકિસ્તાનના કેટલાય શહેરોમાં થયો હતો. પીઓકેમાં આ ભૂકંપથી ૮૬ હજાર લોકોનાં મોત થયા હતા.
૨૦૧૦ : હૈતીમાં ૭ની તીવ્રતાનો ધરતીકંપ ત્રાટક્યો હતો અને મિનિટોમાં મોતનું તાંડવ સર્જીને ત્રણ લાખ લોકોનો ભોગ લીધો હતો.
૨૦૧૧ : જાપાનમાં ૯ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો. એ પછી સુનામીના કારણે તબાહી સર્જાઈ હતી. ૧૮ હજાર કરતાં વધુ લોકોનાં મોત થયા હતાં.
૨૦૧૫ : નેપાળમાં ૮.૧ની તીવ્રતાનો ધરતીકંપ ત્રાટક્યો હતો. ભારત-ચીન-બાંગ્લાદેશ-પાકિસ્તાન જેવા દેશોમાં પણ આ ભૂકંપ અનુભવાયો હતો. નેપાળમાં ૧૦ હજાર લોકો માર્યા ગયા હતા.