×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

E20 : ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ શું છે? વાહન ચલાવવું કેટલું સસ્તુ થશે, સમજો તમામ માહિતી






ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. વડાપ્રધાન બેંગલુરુમાં 'ઈન્ડિયા એનર્જી વીક 2023' (IEW)નું ઉદ્ઘાટન કર્યું. આ સમારોહ 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ઉર્જા પરિવર્તન મહાસત્તા તરીકે ભારતની વધતી શક્તિને પ્રદર્શિત કરવાનો છે.

મોદીએ ઈથેનોલ બ્લેન્ડેડ ઈંધણ E20 લોન્ચ કર્યું
પીએમ ઈન્ડિયન ઓઈલની 'અનબોટલ્ડ' પહેલ હેઠળ યુનિફોર્મનું પણ લોન્ચ કરશે. મોદી ઈથેનોલ સાથે મિશ્રણ કરતું ઈંધણ E20 લોન્ચ કરશે. E20 ઈંધણને પેટ્રોલમાં 20 ટકા સુધી મિક્સ કરવામાં આવશે છે. પીએમ તુમાકુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની હેલિકોપ્ટર ફેક્ટરી પણ સમર્પિત કરશે. ભારત માટે E20 ઈંધણને હાંસલ કરવા  માટેનું લક્ષ્ય  2025 રાખવામાં આવ્યું છે.


શું છે E-20 પેટ્રોલ?
E-20માં Eએ ઇથેનોલ થાય છે. E-20 એટલે કે પેટ્રોલમાં ઇથેનોલની માત્રા 20 ટકા જેટલી છે તેવું દર્શાવે છે. જેટલી સંખ્યામાં વધારો થશે તેટલું વધુ ઇથેનોલ પણ વધશે. હાલમાં દેશમાં ઉપલબ્ધ પેટ્રોલમાં 10 ટકા જેટલું ઇથેનોલ હોય છે. હાલમાં દેશના 11 શહેરોમાં 20 ટકા ઇથેનોલ ધરાવતું પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે.


હવે સમજો સરળ ભાષામાં ઇથેનોલ શું છે, તે બાયોમાસમાંથી બને છે. મોટાભાગના ઇથેનોલ મકાઈ અને શેરડીના પાકમાંથી તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ભારતમાં મોટા પાયે ઉગાડવામાં આવી રહી છે. તેમજ આ ઉત્પાદનની સ્થિતિમાં દેશમાં મોટા પાયે ઓટોમોબાઈલ માટે ઈથેનોલ તૈયાર થઈ શકે છે.

ઇથેનોલના ફાયદા?

  • પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા બાદ પ્રતિલીટરે આપણને 6 રુપિયાની આજુબાજુ જેટલો લાભ થશે.
  • ભારતની ઇંધણમાં લગભગ 85% જરૂરિયાતો આયાત દ્વારા પૂરી થાય છે. પરિણામે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે. ભારતમાં 20% ઇથેનોલ મિશ્રણ સાથે પેટ્રોલનો ઉપયોગ દેશની આયાતમાં નોધપાત્ર ઘટાળો  કરશે.
  • નવીન તકનીકોને વ્યવહારમાં આવે ત્યારે રોજગારની નવી તકો પણ ઊભી થાય છે. ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેમજ કમ્પોનન્ટ સપ્લાયર અને સર્વિસ પ્રોવાઇડર સેક્ટરમાં નવી જગ્યાઓ ઉભી થશે.
  • ભારત સરકાર કહેવા મુજબ, ગેસોલિનમાં 20% ઇથેનોલના તેના લક્ષ્ય સુધી પહોંચવાથી દેશના કૃષિ ઉદ્યોગને ફાયદો થશે. ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
  • 35 ટકા CO2 ઘટશે, જ્યારે પેટ્રોલને ઇથેનોલ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે 35 ટકા ઓછું કાર્બન-મોનો-ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ સાથે સલ્ફર-ડાયોક્સાઈડ પણ ઓછું નીકળે છે. તે પ્રદૂષણને નોંધપાત્ર રીતે ઘટાડવાની ક્ષમતા ધરાવે છે.

ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલની કિંમત કેટલી હશે? 
એક અહેવાલ પ્રમાણે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ(સીસીઈએ) જણાવે છે કે હાલમાં ઈથેનોલની પ્રતિલીટરની કિંમત ૬૫.૬૦ રુપિયાની આસપાસ છે. જ્યારે પેટ્રોલની તાજેતરમાં અમદાવાદમાં પ્રતિલીટર કિંમત આશરે ૯૭ રૂપિયાની આજુબાજુ છે. તેના પરથી આપણે એક ફોર્મ્યૂલાની મદદથી તેનો અંદાજ કાઢી શકીએ છીએ કે ઈથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલની કિંમત નીચે પ્રમાણે હોઈ શકે છે.

ઉદાહરણ તરીકે

ઈથેનોલની પ્રતિલીટર કિંમત - 65.60 રુપિયા

20 ટકા ઈથેનોલની કિંમત -(13.12 રૂપિયા)

પેટ્રોલની પ્રતિલીટર કિંમત - 97 રૂપિયા(આજુબાજુ)

20 ટકા પેટ્રોલની કિંમત -(19.5 રુપિયા)

(એટલે કે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા બાદ પ્રતિલીટરે આપણને 6 રુપિયાની આજુબાજુ જેટલો લાભ થઇ શકે છે)