×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફ્લાઈંગ એન્જલ 'પીટી ઉષા' થયા ભાવુક કહ્યું, મારી એકેડેમી પર થઇ રહ્યો છે બળજબરી કબજો

Image: Twitter 



ભારતની ફ્લાઈંગ એન્જલ તરીકે જાણીતા પૂર્વ દોડવીર પીટી ઉષા પર મુશ્કેલી આવી પડી છે. તે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પણ છે. તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,  તેની 'ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સ'ની જમીન પર કેટલાક લોકોએ અતિક્રમણ કર્યું છે.

પીટી ઉષાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેટલાક લોકો ગર્લ સ્ટુડન્ટ્સના કેમ્પસમાં ઘુસી ગયા હતા. ઘણીવાર આ રીતે અહીં રાત્રે ઘણા લોકો નશાની હાલતમાં પ્રવેશી હંગામો કરતા હોય છે. આ બોલતા બોલતા પીટી ઉષા ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યું કે, તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમને આ બાબતે છોકરીઓની ચિંતા છે.

મેનેજમેન્ટ સાથે થાય છે ગેરવર્તન 
'ઉષા સ્કૂલ ઑફ એથ્લેટિક્સ' કેરળના કોઝિકોડમાં આવેલી છે. ઘણી ગર્લ સ્ટુડન્ટ્સ અને એથ્લેટ્સ અહીં ટ્રેનિંગ લે છે. પીટી ઉષા હાલમાં રાજ્યસભાના સાંસદ પણ છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'કેટલાક લોકોએ 'ઉષા સ્કૂલ ઓફ એથ્લેટિક્સ'માં ઘૂસીને ગેરકાયદેસર બાંધકામ શરૂ કર્યું હતું.'

તેણે કહ્યું, 'જ્યારે મેનેજમેન્ટે તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. તે લોકોએ એવો દાવો કર્યો હતો કે તેને પનાગઢ પંચાયતની પરવાનગી મળી છે. આ બાબતે પોલીસમાં ફરિયાદ બાદ કામ બંધ કરાયું હતું.