×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

INDvsNZ:ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો, ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવી ફાઇનલમાં

Image Twitter

બર્મિંગહામ, તા.29 જાન્યુઆરી-2023, રવિવાર

આજે સાઉથ આફ્રિકામાં ICC અન્ડર-19 T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં રમાઈ હતી.જેમા ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપની પહેલી મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 69 રનનો લક્ષ્યાંક મુક્યો હતો અને ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપી છે. ICC અંડર 19 મહિલા T20 વર્લ્ડકપની આ પહેલી સિઝન છે અને શેફાલી વર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ આ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. 

સોમ્યા તિવારીએ શાનદાર ઈનિંગ રમતા 24 રન બનાવી નોટઆઉટ રહી

સાઉથ આફ્રિકામાં આઈસીસી અન્ડર-19 ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં શેફાલી વર્માએ 15 રન કરી આઉટ થઈ હતી. જ્યારે ત્રિશા 24 રન બનાવી આઉટ થઈ હતી. તેમજ સોમ્યા તિવારીએ શાનદાર ઈનિંગ રમતા 24 રન બનાવી નોટઆઉટ રહી હતી. 

શ્વેતા સેહરાવત સૌથી વધુ રન બનાવવામાં ટોચ પર 

આ સાથે જ ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચમાં સૌમ્યા તિવારી, ત્રિશા અને અર્ચના દેવીએ ખૂબ શાનદાર પરફોર્મન્સ બતાવ્યું હતું. અર્ચના, પાર્શ્વી ચોપરા અને તિતસ સાધુએ 2-2 વિકેટ લીધી હતી. અત્રે નોધનીય છે કે શેફાલી વર્માની કેપ્ટનશીપ ભારતે આ ખિતાબ જીતી લીધો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડી શ્વેતા સેહરાવત સૌથી વધુ રન બનાવવામાં ટોચ પર રહી છે.