×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતના યુવાનોના કારણે દુનિયા આપણી તરફ આકર્ષિત થઈ રહી છે. PM મોદી

Image Twitter

નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી 2023, શનિવાર

આજે કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ NCCની વાર્ષિક રેલીમાં પીએમ નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે NCCના 75 વર્ષની ઉજવણી અને દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ એક સ્પેશ્યિલ કવર અને 75 રુપિયાનું સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. આ કાર્યક્રમને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આજ  NCCની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યુ છે. આ 75 વર્ષ દરમ્યાન જે લોકોએ NCCનું પ્રતિનિધિત્વ  કર્યુ છે, જે લોકો આમા જોડાયેલા છે તેમજ રાષ્ટ્ર નિર્માણ માટે જેમનુ યોગદાન રહ્યુ છે તે દરેકને બિરદાવુ છું. 

આજનું ભારત તમામ યુવા મિત્રોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે: PM મોદી

વડાપ્રધાન મોદીએ ક્હ્યુ કે આજે આખી દુનિયા ભારત પર નજર રાખી રહી છે. તે માટે સૌથી મહત્વની બાબત તમે બધા યુવાનો છો, ભારતના યુવાનોના કારણે આખી દુનિયાની નજર આપણી ઉપર છે. વડાપ્રધાને કહ્યુ કે આજનું ભારત દરેક યુવા સાથીઓને એક વિશેષ માર્ગદર્શન અને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરી રહ્યુ છે કે જ્યા તમે પોતાના સ્વપ્ન સાકાર કરી શકે, આજે યુવાનો માટે નવા નવા ક્ષેત્રો ખુલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ વધુ જણાવતા ક્હ્યુ કે, દેશના વિકાસમાં NCCની ભૂમિકા શુ રહી છે અને તમે બધાએ કેટલુ પ્રશંશનીય કામગીરી રહી છે એ અમે જોઈ છે.