×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023: ભાજપે 48 અને કોંગ્રેસે 17 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા

image :  Wikipedia 


નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી, 2023

ભાજપે ત્રિપુરાની 48 વિધાનસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બાર્દોવાલી સીટથી ચૂંટણી લડશે. જ્યારે કેન્દ્રીયમંત્રી પ્રતિમા ભૌમિક ધનપત સીટથી ચૂંટણી લડશે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તેમાં સુદીપ રૉય બર્મન અગરતલાથી ચૂંટણી લડશે. જ્યારે માણિક સાહાની સામે આશીષ કુમાર સાહાને મેદાને ઉતારાશે. 

2 માર્ચે પરિણામ આવશે 

ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં 60 વિધાનસભા બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને અહીં 2 માર્ચે પરિણામો આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી નક્કી કરાઈ છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી માહિતી એટલે કે નોમિનેશનની તપાસ 31 જાન્યુઆરીએ કરાશે. 

કોંગ્રેસે પણ સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી 

બીજી બાજુ કોંગ્રેસે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તેના સ્ટાર પ્રચારકોની યાદી પણ બહાર પાડી દીધી છે. આ સ્ટાર પ્રચારકોની યાદીમાં પાર્ટીના પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, પ્રિયંકા ગાંધી વાડરા, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, હિમાચલના સીએમ એસ.એસ.સુક્ખુ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાઈલટ સહિત અન્ય નેતાઓ પણ સામેલ છે.