×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી આજે NCCની વાર્ષિક રૈલીને સંબોધિત કરશે, 75 રુપિયાનો સ્મારક સિક્કો બહાર પાડશે

Image :  DD News Twitter

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2023, શનિવાર

PM મોદી આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCCની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. આ વર્ષે NCC તેની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર પર PM મોદી 75 રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડશે. આ કાર્યક્રમ આજે સાંજે 5.45 કલાકે શરૂ થશે.

NCC અને NSS યુવા પેઢી એ ભવિષ્ય માટે રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે : મોદી

આ રેલી હાઇબ્રિડ ડે અને નાઇટ ઇવેન્ટ તરીકે યોજવામાં આવશે અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે વસુધૈવ કુટુમ્બકમની સાચી ભારતીય ભાવનામાં, 19 વિદેશી દેશોના 196 અધિકારીઓ અને કેડેટ્સને ઉજવણીનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ PM મોદીએ NCCના કેડેટ્સ અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા. આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે NCC અને NSS યુવા પેઢીને રાષ્ટ્રીય લક્ષ્યો અને રાષ્ટ્રીય ચિંતાઓ સાથે જોડે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે કે યુવાનો વિકસિત ભારતના લાભાર્થી છે અને તેઓએ ભવિષ્ય માટે રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. ભારતના યુવાનોએ અદ્રશ્ય સંભવિતતાનો ઉપયોગ કરવો પડશે અને અકલ્પનીય ઉકેલો શોધવા પડશે.

આ પહેલા PM મોદી રાજસ્થાનના ભીલવાડાની મુલાકાતે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભીલવાડાના આસિંદની મુલાકાતે જશે. મોદી આજે ગુર્જર સમુદાયના વડા ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા અવતાર ઉત્સવમાં મુખ્ય અતિથિ છે. વડાપ્રધાન સવારે 11.30 વાગ્યાથી 12.45 દરમિયાન માલસેરી ડુંગરી ખાતેના કાર્યક્રમમાં હાજર રહેશે. આ દરમિયાન તેઓ પહેલા ભગવાન શ્રી દેવનારાયણજી મંદિરમાં પૂજા કરશે. મંદિરમાં પૂજા કર્યા બાદ વડાપ્રધાન  જનસભાને સંબોધિત કરશે.