×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કૂનો નેશનલ પાર્કથી આવ્યા ખરાબ સમાચાર, 4 મહિના પહેલા નામીબિયાથી આવેલી માદા ચીતાની કિડની ડેમેજ

All Image - kunonationalpark

ભોપાલ, તા.26 જાન્યુઆરી-2023, ગુરુવાર

કૂનો નેશનલ પાર્કની એક માદા ચીત્તા બીમાર છે. તેનું નામ સાશા છે. પાર્કના ડીએફઓ પ્રકાશ કુમાર વર્માએ કહ્યું કે, માદા ચીત્તા કેટલાક સમયથી થાકેલી અને નબળી દેખાય છે. તાત્કાલીક ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં લઈ જવાયેલી માદા ચીત્તાની ભોપાલથી આવેલા પશુ ડોક્ટરો તપાસ કરી છે, જેમાં જાણવા મળ્યું છે કે, તેની કિડનીમાં ઈન્ફેક્શન છે અને તે સંપૂર્ણ રીતે ડિહાઈડ્રેટ થઈ ગઈ છે.

સાશાની સારવાર કરવા ભોપાલથી ડોક્ટરો આવ્યા

ડીએફઓએ જણાવ્યું કે, બાકી તમામ ચીતાઓ સ્વસ્થ છે. ભોપાલથી આવેલા ડોક્ટર ચીતાની સારવાર કરી રહ્યા છે. સારવારને લગતી તમામ વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. જોકે DTEમાં પ્રકાશિત કરાયેલા એક અહેવાલ મુજબ સાશાની કિડની ખરાબ થઈ રહી છે. આ કોઈ સામાન્ય સંક્રમણ નથી. ચીત્તા સાથે હંમેશા એવું થાય છે કે, તેમના અંગો કામ કરવાનું બંધ કરી દે છે.


જો સાશાને પ્રવાહી પર રખાય તો પણ બચવાની આશા ઓછી

જો સાશાને પ્રવાહી પર રાખવામાં આવે તો પણ તેની બચવાની આશા ઓછી છે. પાંચ વર્ષની માદા ચીતા સાશા નામીબિયાના ગોબાબિસ પાસેથી મળી હતી. આ વાત 2017ની છે, ખુબ જ નબળી અને કુપોષિત સાશાને જંગલની આસપાસ રહેતા ખેડૂતો લઈને આવ્યા હતા. જ્યાં સુધી તે નાની હતી ત્યાં સુધી ગામના લોકોએ તેનું ધ્યાન રાખ્યું. ત્યાર બાદ ચિતા સંરક્ષણ ફંડે તેને જાન્યુઆરી 2018માં નામીબિયા સેન્ટરમાં શિફ્ટ કરી દીધી હતી. આ સેન્ટરમાં તેની સારી સંભાળ રખાઈ હતી. ત્યારબાદ ભારત લઈ જવાઈ રહેલા આઠ ચિતાઓની બેચમાં સાશાનો સમાવેશ કરાયો હતો.


ડોક્ટરો સતત લઈ રહ્યા છે નામીબિયાના નિષ્ણાતોની સલાહ

PCCF જેએસ ચૌહાણે જણાવ્યું કે, લગભગ 4 દિવસ પહેલા, સાશા બાકીના ચિત્તાઓની સરખામણીમાં થાકેલી અને નબળી જોવા મળી રહી છે. ત્યારબાદ તેને તુરંત જ ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં લઈ જઈ સારવાર શરૂ કરાઈ છે. 3 ડૉક્ટરો તેની સારવાર કરી રહ્યા છે. આ ડોક્ટરો સતત પર્યાવરણવિદ વાયવી ઝાલા અને નામીબિયાના ચિત્તા સંરક્ષણ ફંડના નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે. ભોપાલની હમીદિયા હોસ્પિટલના નિષ્ણાતો અને પશુચિકિત્સકો સાશાની સારવાર કરી રહ્યા છે.


સાશાની વધુ જીવવાની શક્યતા નહિવત્

નિષ્ણાતોનું માનવું છે કે, જો સાશા બચી જશે તો પણ તે વધુમાં વધુ 1 વર્ષ જ જીવી શકશે. 17 સપ્ટેમ્બર 2022ના રોજ ચિત્તાઓને નામીબિયાના હુસિયા કોટાકો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લવાયા હતા. તેમને લાવવા ખાસ બોઈંગ 747 એરક્રાફ્ટ મોકલાયું હતું.