×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં સી. આર. પાટિલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓએ કર્યુ ધ્વજવંદન

Image : BJP4Gujarat Facebook

આજે ગુજરાત સહિત દેશભરમાં 74માં ગણતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યું છે. આ તકે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલે ભાજપ કાર્યલય ખાતે ધ્વજવંદન કર્યું હતુ અને સાંસદ સભ્યો અને ધારાસભ્યો ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભાજપના વિવિધ પેજ પ્રમુખ તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપરસ્થિત રહ્યાં હતા.

ગૃહરાજ્ય મંત્રી સહિતના નેતાઓએ કર્યુ ધ્વજવંદન

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરા ખાતે આજે ધ્વજવંદન કર્યું હતું અને તેમણે ગણતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત મંત્રી જગદીશ વિશ્વકર્મા મહેસાણામાં જ્યારે મંત્રી પરસોતમ સોલંકી અમરેલી ખાતે અને મંત્રી બચુભાઇ ખાબડ ખેડામાં અને મંત્રી પ્રફુલ પાનસીરિયા કચ્છમાં તેમજ મંત્રી ભિખુસિંહજી પરમાર સાબરકાંઠામાં ધ્વજવંદન કર્યું હતું. આ સાથે મંત્રી કુંવરજી હળપતિએ ભરૂચમાં ધ્વજ વંદન કરીને ગણતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી.

નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત નેતાઓએ કર્યુ હતુ ધ્વજવંદન

આજે સુરતમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ ધ્વજવંદન કર્યું હતું. આ ઉપરાંત કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જૂનાગઢ ખાતે ધ્વજવંદન કર્યું અને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા જામનગર ખાતે તથા કેબિનેટ મંત્રી ડો કુબેર ડિંડોર દાહોદ ખાતે ધ્વજવંદન કર્યુ હતું. આ સાથે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ભાવનગર ખાતે ધ્વજવંદન કર્યું હતું.