×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીએમ મોદીએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

Image Twitter

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2023, ગુરુવાર

આજે સમગ્ર ભારત દેશ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આજના આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પ્રથમ વખત કર્તવ્ય પથ પર પરેડ થઈ રહી છે. પહેલા આ પથ રાજપથ તરીકે જાણીતો હતો. આ પરેડમાં 'ન્યૂ ઈન્ડિયા' ની ઝલક જોવા મળશે. આ પરેડમાં સ્વદેશી સૈન્ય શક્તિ અને મહિલા શક્તિનું પ્રદર્શન, ઉપરાંત રાજ્યોના ટેબ્લોક્સમાં સાંસ્કૃતિક વિવિધતાઓ પણ જોવા મળશે. ઉપરાંત વાયુસેનાના 50 વિમાન પોતાની તાકાત બતાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રને કર્તવ્ય પથ પરથી રાષ્ટ્રનુ નેતૃત્વ કરી રહ્યા છે. આ વખતે ગણતંત્ર દિવસ પર ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. 

પીએમ મોદીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી

પીએમ મોદીએ ટ્વીટ કરીને શુભકામના આપી હતી. પીએમ મોદીએ લખ્યુ હતું કે ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વખતે આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેની ઉજવણી કરી રહ્યા છીએ. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે અમે એકજૂથ થઈને આગળ વધવા ઈચ્છીએ છીએ.

કર્તવ્ય પથ પર 23 ઝાંખીઓ જોવા મળશે

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 17 ઝાંખીઓ અને વિવિધ મંત્રાલયો અને વિભાગોની 6 ઝાંખીઓ પણ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આર્થિક પ્રગતિ અને મજબૂત આંતરિક અને બાહ્ય સુરક્ષાને દર્શાવતી ઝંખીઓ કર્તવ્ય પથ પર જોવા મળશે.