×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યના આ બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી કરાશે સન્માનિત, ગૃહ મંત્રાલયે કરી યાદી જાહેર

Image : Gujarat Police Website

અમદાવાદ, 25 જાન્યુઆરી 2023, બુધવાર

આવતીકાલે પ્રજાસત્તાક દિવસે ભારતમાંથી પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરશે. કેન્દ્રિય ગૃહમંત્રીએ એક યાદી જાહેર કરી હતી જેમા આ પોલીસ કર્મીઓની નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પોલીસકર્મીમાં ગુજરાતના પણ બે અધિકારીઓને પણ રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત કરશે. આ સાથે 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.

કેન્દ્રિય ગૃહમંત્રાલયની જાહેરાત

પ્રજાસતાક દિવસે ભારતના 901 પોલીસકર્મી રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત થશે. આ પોલીસકર્મીમાં 140 વીરતા માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. આ ઉપરાતં 90 પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા માટે જ્યારે પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. ગુજરાત રાજ્યના બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ માટે કેન્દ્રિય ગૃહમંત્રાલયે યાદી પોલીસ અધીકારીઓના નામની જાહેર કરી દીધી છે. ગુજરાતમાંથી એડીજીપી અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીએસપી કે.કે. પટેલને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે જ્યારે અન્ય 12 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.